Home » Gujarat » Bardoli Jilla » Vankal » આદિવાસીઓના બંધારણીય હકોનું રક્ષણ કરતા બિલને વિધાનસભાની લીલી ઝંડી

આદિવાસીઓના બંધારણીય હકોનું રક્ષણ કરતા બિલને વિધાનસભાની લીલી ઝંડી

Divyabhaskar.com | Updated - Mar 30, 2018, 02:25 AM

Vankal News - જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રો મેળવનાર સામે લાલબત્તી

 • આદિવાસીઓના બંધારણીય હકોનું રક્ષણ કરતા બિલને વિધાનસભાની લીલી ઝંડી
  ગુજરાત વિધાનસભા દ્વારા ચાલુ બજેટ સત્રના અંતિમ દિવસે ગુજરાત અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ અને અન્ય પછાત વર્ગની જાતિના પ્રમાણપત્ર કાઢી આપવાનું અને તેની ખરાઈ કરવાનું નિયમન વિધેયક વિધાસભામાં સર્વ સહમતીથી પસાર કરવામાં આવતાં દ. ગુજરાત સહિત સમગ્ર ગુજરાતના આદિવાસી પછાત સમાજ આનંદ ઉત્સવની લહેર વ્યાપી ગઈ છે.

  તાજેતરમાં ગુજરાતના કેટલાક ભાગોમાં બનેલી ખોટા જાતિના દાખલા અંગેની ઘટનાઓ રાજ્ય સરકારના ધ્યાન ઉપર આવી હતી. જાતિનાં ખોટાં પ્રમાણપત્રોને આધારે અનામત પ્રથાનો લાભ લેનારાઓ સાચા લોકોના બંધારણીય અધિકારીઓ પર તરાપ મારતા હતા. આવી ગેરકાયદે પ્રવૃત્તિને ગુના તરીકે ઠેરવી તેનો સમુળગો નાશ કરવાના મૂળ હેતુથી ગુજરાત સરકારના મુખ્ય ત્રણ વિભાગ અને પછાત કલ્યાણ વર્ગ વિભાગ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલ વિધેયક આદિજાતિ વિકાસમંત્રી ગણપતભાઈ વસાવાએ ગૃહ સક્ષમ રજૂ કર્યું હતું.

  આ વિધેયકની મુખ્ય જોગવાઈઓમાં જ્યારે એસટી, એસસી, ઓબીસી ઉમેદવારોની પસંદગી સરકારની નોકરીમાં થશે. ત્યારે શરૂઆતમાં જ તેની જાતિના પ્રમાણપત્રની ખરાઈ કરવામાં આવશે અને જો જાતિ અંગેનું પ્રમાણપત્ર ખોટું સાબિત થશે તો સરકારી નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે તેમજ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવેલ હશે તો પ્રવેશ રદ થશે. ડિગ્રી રદ કરી જપ્ત કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ આવા ખોટા પ્રમાણપત્રોને આધારે ચૂંટણી લડશે તો તેનું સભ્યપદ રદ કરવામાં આવશે.

  ખોટા પ્રમાણપત્ર મેળવનાર વ્યક્તિને છ માસથી લઈ ત્રણ વર્ષની કેદ અને 10000થી 50000 સુધીનો દંડ કરવામાં આવશે. કાયદાની પ્રતિક્રિયા આપતાં આદિજાતિ વનમંત્રી ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસીઓના બંધારણીય હક્કોનું રક્ષણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

  ગણપત વસાવા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ