જાતિ પ્રમાણપત્ર નિયમન બિલને ભાજપે આવકાર્યું

વાંકલ | ગુજરાત વિધાનસભા આદિવાસી પછાત લોકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરતું જાતિ પ્રમાણપત્ર નિયમન વિધેયક બિલ...

DivyaBhaskar News Network | Updated - Mar 30, 2018, 02:25 AM
જાતિ પ્રમાણપત્ર નિયમન બિલને ભાજપે આવકાર્યું
વાંકલ | ગુજરાત વિધાનસભા આદિવાસી પછાત લોકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરતું જાતિ પ્રમાણપત્ર નિયમન વિધેયક બિલ પસાર થતાં ઉંમરપાડા તાલુકા મથક ચાર રસ્તા ખાતે તાલુકા ભાજપ સંગઠનના આગેવાનો અને અધિકારી આગેવાનોએ ફટાકડા ફોડી આનંદ ઉત્સવ મનાવ્યો હતો. ઉંમરપાડા તાલુકા ભાજપ સંગઠનના આગેવાન ભીખુભાઈ વસાવા, અર્જુન વસાવા, ભૂપેન્દ્રભાઈ વસાવા તેમજ જી. પં. સભ્ય ઈન્દુબહેન વસાવા તાલુકા પંચાયત પ્રમુખ દરિયાબહેન વસાવા મહિલા મોરચાની બહેનો અને ભાજપના કાર્યકરોએ તાલુકા મથક ખાતે ભાજપની સરકાર અને વિધાનસભા વિધેયક રજૂ કરનાર ગણપતભાઈ વસાવાના સમર્થનમાં વિવિધ બેનરો સાથે દેખાવો કરી બિલને આવકારી રાજ્ય સરકારને અભિનંદન આપ્યા હતાં.

X
જાતિ પ્રમાણપત્ર નિયમન બિલને ભાજપે આવકાર્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App