• Gujarati News
  • વાડી ગામના ટ્રસ્ટ દ્વારા સરકારી હોસ્પિટલમાં 2 લાખની દવા અપાઈ

વાડી ગામના ટ્રસ્ટ દ્વારા સરકારી હોસ્પિટલમાં 2 લાખની દવા અપાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉંમરપાડાતાલુકાના વાડી ગામે કાર્યરત સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ઉંમરપાડા તાલુકા મથક સરકારી હોસ્પિટલમાં ગરીબ દદીર્ઓ માટે બે લાખની દવાનો જથ્થો પુરો પાડી વધુ એકવાર ટ્રસ્ટે માવનતા મહેકાવતું કાર્ય કર્યુ છે.
છેલ્લા 25 વર્ષથી ઉંમરપાડા અને માંગરોળ તાલુકામાં વાડી ગામ સ્થિત સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ સેવા પક્ષની ધૂણી ધખાવી છે. પાછળના વર્ષોમાં ઝંખવાવ રેફરલ હોસ્પિટલમાં દવાઓ અને ગરીબ દર્દીઓને મફત ટીફીન સેવાનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ ઉમરપાડા રેફરલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને મફત ટીફીન સેવા શરૂ કરી હતી. હવે સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, માજી સરપંચ હરિશભાઈ વસાવા અને ઉંમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ ગંભીરભાઈ વસાવાના હસ્તે સરકારી રેફરલ હોસ્પિટલના દર્દીઓ માટે બે લાખની વિવિધ મેડિશીન (દવાઓ)નો જથ્થો અર્પણ કરવામાં આવ્યો હતો.
પ્રસંગે હોસ્પિટલના મેડિકલ ઓફિસરો, કર્મચારી સ્ટાફ અને ઉંમરપાડા ગામના નાગરિકોએ સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટનો આભાર માની ટ્રસ્ટની સેવા કાર્યને બિરદાવ્યું હતું.
સરકારી હોસ્પિટલમાં માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા દવા અર્પણ કરવામાં આવી.