• Gujarati News
  • માંગરોળ ઉંમરપાડા 100થી વધુ મૂર્તિઓનું વિસર્જન

માંગરોળ-ઉંમરપાડા 100થી વધુ મૂર્તિઓનું વિસર્જન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકલ :માંગરોળ અને ઉંમરપાડા તાલુકામાં ગણેશ પ્રતિમાઓનું સ્થાપન કરાયું હતું. દશ દિવસની પૂજા અર્ચના બાદ આજે ગણેશ પ્રતિમાઓના વિસર્જનની તૈયારીઅો મંડઓએ શરૂ કરી હતી. માંગરોળના મોસાલી ગામે બપોરે ભક્તિપૂર્ણ માહોલમાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કરાયું હતું.
વાંકલ ગામે આઝાડ ચોક, ગાયત્રી ચોક, ગુલાબ પાર્ક, નિત્યાનંદ પાર્ક, બજેટ ફળિયા, ગામીત ફળિયું વગેરે વિસ્તારમાં સ્થાપના કરેલી પ્રતિમાના વિસર્જન માટે શોભાયાત્રા વચ્ચે ડીજેના તાલ સાથે ઉત્સવ માનાવ્યો હતો. અંતે ભૂખી નદીમાં તમામ પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. જ્યારે ઉંમરપાડા તાલુકા મથક ઉચવાણ ગામે પાંચ ગણેશ પ્રતિમા જૂના ઉંમરપાડા એક મળી તાલુકાની કુલ 30થી વધુ પ્રતિમાઓનું મહુવન ખાડીમાં શાંતિપૂર્ણ વિસર્જન કરવામાં આવ્યું હતું.