Divya Bhaskar

Home » Gujarat » Bardoli Jilla » Vankal » વાંકલના 103 વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

વાંકલના 103 વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

Divyabhaskar.com | Updated - Apr 09, 2018, 02:10 AM

વાંકલ | માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ ઉચ્ચતર પ્રાથમિક શાળામાં ધોરણ-8નો અભ્યાસ પુર્ણ કરી રહેલા વિદ્યાર્થીઓનો...

  • વાંકલના 103 વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
    વાંકલ | માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ ઉચ્ચતર પ્રાથમિક શાળામાં ધોરણ-8નો અભ્યાસ પુર્ણ કરી રહેલા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તેમજ કલા મહોત્સવ રમતગમતમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. વાંકલ શાળાના આચાર્ય બચુભાઈ ચૌધરીના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓના વિદાય અને સન્માન સમારંભનું આયોજન શાળા પરિવારે કર્યું હતું, જેમાં ધો. 8નો અભ્યાસ પૂર્ણ કરી રહેલા 103 જેટલા વિદ્યાર્થીઓને શિક્ષકો અને ગ્રામજનોએ આશીર્વાદ આપ્યા હતા તેમજ કલા મહોત્સવ અને રમતગમત સ્પર્ધામાં વિજેતા બની પોતાનું અને શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સમારંભના પ્રમુખસ્થાનેથી સંબોધન કરતાં જણાવ્યું હતું કે વાંકલ ગામની શાળાનું નામ રાજ્ય અને દેશ લેવલે ગૌરવવંતું થયું છે. જેમાં વિદ્યાર્થીઓને તૈયાર કરવા પાછળ શાળાના આચાર્ય અને શિક્ષકોની ખુબ મહેનત છે. જેને કારણે સમગ્ર જિલ્લામાં વાંકલની શાળા નંબર વન બની છે, વધુમાં તેમણે વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. જીતુભાઈ ખત્રી, વર્ષાબેન ગામીત, સહિતના ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending