• Home
  • Gujarat
  • Bardoli Jilla
  • Vankal
  • માંગરોળમાં કોંગ્રેસના સસ્પેન્ડેડ દર્શન નાયકે આગેવાનો સાથે બેઠક યોજી

માંગરોળમાં કોંગ્રેસના સસ્પેન્ડેડ દર્શન નાયકે આગેવાનો સાથે બેઠક યોજી

DivyaBhaskar News Network

Apr 09, 2018, 02:10 AM IST
માંગરોળમાં કોંગ્રેસના સસ્પેન્ડેડ દર્શન નાયકે આગેવાનો સાથે બેઠક યોજી
સુરત જિલ્લા કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા બાગી નેતા દર્શન નાયકે તાજેતરમાં માંગરોળ તાલુકાના આગેવાનોની એક ખાસ મિટિંગ બોલાવી દલિત, લઘુમતી અને આદિવાસી સમાજના કનડતા પ્રશ્નો સંદર્ભે જિલ્લાનું એકતા મંચ બનાવી દરેક તાલુકાનું સંગઠન બનાવવાનો પ્રારંભ માંગરોળ તાલુકામાંથી કરતાં સામી લોકસભાની ચૂંટણીએ કોંગ્રેસ પક્ષને મોટો ફટકો પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

તાજેતરમાં સુરત જિલ્લા પંચાયતના સભ્ય અને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા દર્શન નાયકે માંગરોળ તાલુકાની મુલાકાત લઈ એક ગામમાં તાલુકાના આગેવાનો સાથે ખાસ એકતા મંચની રચના માટે યોજી હતી. જેમાં સુરેશ વસાવા, સોનજી વસાવા,જયચંદ વસાવા, મહમદ પઠાણ, જયેશ સુરતી, ગણેશ વસાવા, જીતુ વસાવા, સહિતના આગેવાન કાર્યકરોની બેઠક દર્શન નાયકની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

આદિવાસી, દલિત, લઘુમતી સમાજના ઉત્થાન માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, ત્રણેય સમાજને કનડતા પ્રશ્નોના નિરાકરણ માટે દરેક તાલુકામાં એકતા મંચ સંગઠનની રચના કરવાનો નિર્ણય આગેવાનોએ લીધો હતો. ત્યારે મુળ કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા કાર્યકરોને તાલુકા કક્ષાએ સમાંતર સંગઠન બને તો કોંગ્રેસ પક્ષને આંચકો લાગે એ સ્પષ્ટ બાબત છે. જેમાં માંગરોળ તાલુકામાં સુરેશ વસાવાને વિધાન સભાની ચૂંટણી પછી કોંગ્રેસ સમિતિએ સસ્પેન્ડ કરેલા છે. જ્યારે અન્ય કેટલાક કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસ પક્ષના મોટા આગેવાનોથી નારાજ છે.

આખરે કોંગ્રેસ પક્ષને આવનારી લોકસભાની ચૂંટણીમાં મોટું નુકસાન થાય તેવો તખ્તો ગોઠવાઈ રહ્યાનું ફલિત થઈ રહ્યું છે. જેથી કોંગ્રેસ પક્ષના આગેવાનો વિરોધીઓની હિલચાલ ઉપર નજર રાખી આકરા પગલા ભરવાનો સંકેત આપી રહ્યા છે.

X
માંગરોળમાં કોંગ્રેસના સસ્પેન્ડેડ દર્શન નાયકે આગેવાનો સાથે બેઠક યોજી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી