• Gujarati News
  • National
  • કેસ પરત નહી ખેંચાય તો ગાંધી ચીંધ્યા માર્ગ આંદોલનની ચીમકી

કેસ પરત નહી ખેંચાય તો ગાંધી ચીંધ્યા માર્ગ આંદોલનની ચીમકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયમાંપાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલ અને તેમના સાથીદારો પર છેલ્લા કેટલાક દિવસોથી સરકારના ઇશારે પોલીસ કેસો કરી અવાજ દબાવી દેવાની કોશિષ કરાતી હોવાથી તેનો વિરોધ કરવા મંગળવારે વડાલી પાસ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયુ હતું અને રાજયપાલને દરમિયાનગીરી કરી રાજયમાં લોકશાહીની જગ્યાએ ચાલી રહેલ ઠોકશાહી બંધ કરવા અનુરોધ કરાયો હતો.

પાટીદાર અનામત આંદોલન સમિતિના મુકેશભાઇ પટેલ, દિપકકુમાર પટેલ, રાજુભાઇ પટેલ જણાવાયુ હતું કે, ગુજરાતમાં લોકશાહીની જગ્યાએ ઠોકશાહી પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહી હોવાથી તે બંધ કરી લોકશાહી અને બંધારણીય ઢબે કામ કરે તે અંગે રાજયપાલને દરમિયાનગીરી કરવા જણાવાયુ છે તેમજ રાજય સરકારના ઇશારે પોલીસ તંત્રએ પાટીદારો પર કરેલા પોલીસ કેસો પરત ખેંચવામાં નહી આવે તો અનેક યુવાનો આવનારા દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગ અપનાવી ઉગ્ર આંદોલન કરશે તેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને પોલીસ તંત્રની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. તેવુ જણાવવામાં આવતા તંત્રમાં આવનારા દિવસોમાં ફરી તાલુકામાં પાટીદાર અનામત આંદોલન સક્રિય બનવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. આવેદનપત્ર અંગે નાયબ મામલતદાર ભાટીએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા હૈયાધારણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...