• Gujarati News
  • ધરોઇડેમમાં ફસાયેલા પશુના મૃતદેહ કિનારે તણાઇ આવ્યા

ધરોઇડેમમાં ફસાયેલા પશુના મૃતદેહ કિનારે તણાઇ આવ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાલીતાલુકાના બાબસર પાસે આવેલ ધરોઇ ડેમમાં રહેતા પાંચથી વધુ માલધારી પરિવારો ડેમમાં ફસાઇ ગયા હતા. જોકે તેઓ પોતાના પશુધન સાથે સલામત રીતે બુધવારે બહાર નીકળી ગયા હતા. પરંતુ 25થી વધુ પશુઓ પાણીમાં થાકી જવાને કારણે મોતને ભેટયુ હતું. ત્યારબાદ ગુરૂવારે પશુઓના મૃતદેહ ધરોઇ ડેમના કિનારે આવતા લોકોમાં અરેરાટી પ્રસરી હતી.પશુના મૃતદેહ પાણીને કારણે ફોગાઇ જતાં ગુરૂવારે ડેમ કિનારે આવી પહોંચ્યા હતા.બાબસર અને આસપાસના વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા પશુઓના મૃતદેહોનો સત્વરે નિકાલ નહી કરવામાં આવે તો રોગચાળો ફેલાવવાની શકયતા નકારી શકાતી નથી.