• Gujarati News
  • National
  • વડાલી તાલુકાના કેશરગંજમાં આજે હાર્દિક પટેલની ખેડૂત વેદના સભા

વડાલી તાલુકાના કેશરગંજમાં આજે હાર્દિક પટેલની ખેડૂત વેદના સભા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બડોલી ખાતે પાટીદાર કાર્યકતાઓની મિટિંગ યોજાઇ

મંગળવારેવડાલી તાલુકાના કેશરગંજ ગામમાં આજે રાત્રે હાર્દિક પટેલની ખેડૂતવેદના સભાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે કાર્યકરો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વડાલી તાલુકા પાસ દ્વારા કેશરગંજમાં આજે રાત્રે ખેડૂતવેદના સંમેલન યોજવામાં આવશે. જેમાં હાર્દિક પટેલ ઉપસ્થિત રહેશે. જે સંમેલનની વહીવટી મંજૂરી મળી જતાં પાસ કન્વીનર રમેશભાઈ પટેલ, દિપક પટેલ અને પાસ ટિમ તેમજ પાટીદારો દ્વારા તાલુકાના ગામોમાં ફરી પાટીદારો ઉપરાંત અન્ય સમાજના લોકોને હાજ રહેવા પ્રયાસ થઇ રહ્યો છે. સંમેલનમાં હાર્દિક પટેલ ખેડૂતોને લગતી સમસ્યાઓને વાચા આપશે. કોઈ અનિચ્છનીય બનાવ બને તે માટે જવાબદર તંત્ર દ્વારા પર્યાપ્ત આયોજન થઇ રહ્યુ છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ હાર્દિક પટેલની જિલ્લામાં પ્રથમ સભા યોજાનાર હોઈ ગરમાવો આવી ગયો છે.

બડોલીમાં ગુરુવારે હાર્દિક પટેલની સભા-રોડ શો

બડોલી| ઇડરતાલુકાના બડોલી ખાતે રવિવારે રાત્રે 9 કલાકે પટેલ સમાજવાડી બડોલી ખાતે પાટીદાર કાર્યકર્તા દ્વારા મિટિંગનું આયોજન કરાયું હતુ. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર ભાઇઓ જોડાયા હતા તથા ઇડર તાલુકામાં હાર્દિક પટેલની સભા યોજાવાની છે. ત્યારે ગુરુવારે બપોરે ત્રણ વાગે બડોલી મુકામે હાર્દિક પટેલનું આગમન કરાવી મોટી સંખ્યામાં પાટીદાર ભાઇઓ જોડાય તેવા મુદ્દાની ચર્ચાઓ કરાઇ હતી. તથા રોડ શો કરવાની મંજૂરી પણ માગવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...