તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડાલી GEBમાં પ્રિન્ટર બગડી જતાં ગ્રાહકોને હાથે લખીને બિલ અપાય છે

વડાલી GEBમાં પ્રિન્ટર બગડી જતાં ગ્રાહકોને હાથે લખીને બિલ અપાય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રિન્ટેડ બિલ હોઈ ઓડીટર સંસ્થાઓ,મંડળીઓ પર શંકા કરતાં પરેશાની

વડાલીશહેરમાં આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરીમાં ભરાતા વિજબિલના પહોંચનું પ્રિન્ટર કેટલાય મહિનાઓથી ખોટકાઇ જતાં તંત્ર દ્વારા નામ વગરની પહોંચ પેનથી લખીને આપવામાં આવતા ગ્રાહકો મૂંઝવણ અનુભવી રહ્યા છે. જે પ્રિન્ટર રિપેર કરવા અનેક રજૂઆતો કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા આજદિન સુધી રિપેર કરવામાં આવતાં ગ્રાહકોમાં તંત્રની કામગિરી પ્રતે રોષ ફેલાયો છે

વડાલી શહેરના પૂર્વ વિસ્તારમાં છેવાડે ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરી આવેલી છે.આ કચેરીમાં તાલુકાના વીજધારકોના બિલ સ્વીકારવાનું સેન્ટર આવેલું છે. જેમાં તાલુકાના ધારકોની કતારો લગાવે છે. જેની પહોંચ છેલ્લા કેટલાંય મહિનાઓથી પ્રિન્ટીંગની આપવામાં આવતી નથી. નામ લખ્યા વગરની માત્ર નાણાં લખેલી પહોંચ આપવામાં આવી રહી છે. જેથી વેપારીઓ, સંસ્થાઓ,મંડળીઓના સંચાલકો પેનથી લખેલી પહોંચ ઓડિટમાં રજૂ કરતા ઓડિટરો શંકા કુશંકાઓ કરી પજવી રહ્યા છે. અંગે કચેરીમાં ખોટકાએલ પ્રિન્ટર તૈયાર કરવા અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરી યોગ્ય પગલાં લેવામાં આવતા નથી.

અન્ય સમાચારો પણ છે...