• Gujarati News
  • National
  • વડાલી તાલુકામાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ ખાબક્યો

વડાલી તાલુકામાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ ખાબક્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને હાલાકી

સાબરકાંઠાજિલ્લાના વડાલી શહેર તેમજ તાલુકામાં ગુરુવારે બપોરે મેઘરાજાએ ગાજ-વીજ સાથે ધોધમાર દોઢ ઇંચ જેટલો વરસાદ વરસાવવાં નદી-નાળાઓમાં વરસાદી પાણી વહેવા લાગ્યા હતા .જ્યારે ભારે ઉકળાટ બાદ મેઘરાજાએ મહેર કરતા વાતાવરણમાં ઠંડક ફેલાતા લોકોએ રાહત અનુભવી હતી.

વડાલી તાલુકામાં ગુરુવારે સવારે પાંચ દિવસ બાદ સૂર્યદેવના દર્શન થતા વરસાદ વિરામ લેશે એવી આશાએ લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ ઉઘાડ નીકળતાં વાતાવરણમાં અસહ્ય બફારો અનુભવાતા લોકો પરસેવે રેબ ઝેબ થઇ ગયા હતા. પરંતુ બપોરે એકાએક આકાશમાં વરસાદી વાદળો ઘેરાવા લાગ્યા હતા અને એકાએક મેઘરાજા ભારે ગાજ-વીજ વરસી પડ્યા હતા.ગણતરીના સમયમાં ધોધમાર દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતા માર્ગો તેમજ નદી-નાળાંઓમાં વરસાદી પાણી ધોધમાર વહેવા લાગ્યા હતા.માર્ગો પર વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો. ભારે ગાજ વીજ સાથે વરસાદ વરસતા લોકો માં ફફળાટ વ્યાપી ગયો હતો. જ્યારે ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્રણ દિવસ બાદ તાલુકાની શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ થયા બાદ ધોધમાર વરસાદ વરસતાં સ્કૂલોમાં બપોરે શિક્ષણકાર્ય બંધ કરી વિદ્યાર્થીઓને સાવચેતીના પગલે ઘેર મોકલી દીધા હતા.

વડાલીમાં ગુરુવારે બપોરે ગાજ-વીજ સાથે ધોધમાર દોઢ ઇંચ જેટલો વરસાદ વરસાવવાં નદી-નાળાઓમાં પાણી વહેવા લાગ્યા હતા.-તસવીર-નીતુલ પટેલ

અન્ય સમાચારો પણ છે...