તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઇડરમાંથી ચોરેલા બાઇક સાથે ઝડપાયેલા યુવકે 4 ચોરી કબૂલી

ઇડરમાંથી ચોરેલા બાઇક સાથે ઝડપાયેલા યુવકે 4 ચોરી કબૂલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડરશહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી બાઇક ચોરીની ઘટનાઓનું પ્રમાણ વધતાં પોલીસની ઉંઘ હરામ થઇ ગઇ હતી. દરમિયાન બાતમીને આધારે સોમવારે સાંજના સુમારે બરવાવ રોડ પરથી પોલીસે એક બાઇક ચોરને ચોરેલા બાઇક સાથે ઝડપી લઇ પૂછરપછ હાથ ધરી હતી.

ઇડર શહેર, તાલુકામાં બાઇક ચોરીની વધી રહેલી ઘટનાઓને કારણે વાહનમાલિકોમાં ચિંતા ખડી થઇ હતી, તો પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. દરમિયાન સોમવારે સાંજના સુમારે પીઆઇ એમ.વી.કિકાણી, પીએસઆઇ વી.બી. કોઠીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના વિજયભાઇ ચૌધરી, અમરતભાઇ રબારી અને પિયુષભાઇ પટેલે બરવાવ રોડ પર વાહન ચેકીંગમાં હતા ત્યારે બાઇક (જીજે 8એલ 2210) લઇને પસાર થઇ રહેલા શખ્સને શંકાના આધારે ઉભો રાખી પૂછપરછ કરતાં તે કોઇ સંતોષકારક જવાબ આપી શક્યો હતો. આથી પોલીસે કડક પુછતાછ કરતાં તે વડાલી તાલુકાના રામપુર- ફુદેડા ગામનો કિશનભાઇ અળખાજી ડાભી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેને પોલીસ સ્ટેશનમાં લાવી વધુ પૂછપરછ કરતાં તેણે વિવિધ સ્થળેથી ચાર બાઇક ચોરી કયાર્નું કબૂલ્યું હતું. જેથી પોલીસે તેના ઘરેથી ચાર બાઇક કબજે લઇને મંગળવારે વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છેકે, છેલ્લાં પાંચ મહિનાથી વાહનચોરીની સંખ્યામાં ઉત્તરોતર વધારો નોંધાયો છે. બાઈક ચોરી રોકવા માટે સ્પેશીયલ ટીમ બનાવવા છતાં વાહનચોરોની ટોળકીઓ પર પોલીસ કોઈ પણ અંકુશ રાખવામા સંપૂર્ણ સફળ થયેલ નથી ઉપરાંત રોજ નવા ચોરની નવી ટીમ ઉભી થતાં પોલીસ માટે પણ વાહન ચોરી પર અંકુશ રાખવો પરેશાની રૂપ બન્યું છે.

ચોરાયેલા બાઇક કબજે લેવાયાં

રામપુર-ફુદેડાનાકિશનભાઇ ડાભીએ ચોરેલા બાઇક જીજે 9એએમ 3549, જીજે 9એએલ 7755, જીજે 9આર 7649 અને જીજે 8એલ 2210 પોલીસે કબજે લીધાં હતાં.

ઇડર શહેર અને તાલુકામાંથી બાઇકની ચોરી કરનાર રામપુર-ફુદેડાના એક યુવાનને ઇડર પોલીસે બરવાવ રોડ પરથી ઝડપી લીધો હતો. તસ્વીર : ભાસ્કર