તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડાલી તા.પં.ના ગ્રામ વિકાસ યોજનાના કર્મીઓ હડતાળ ઉપર: લોકોને હાલાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડાલી તા.પં.ના ગ્રામ વિકાસ યોજનાના કર્મીઓ હડતાળ ઉપર: લોકોને હાલાકી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમાન કામ, સમાન વેતન માંગ સાથે હડતાળ પર ઉતરતા કામો અટવાયા

વડાલીતાલુકા પંચાયતના ગ્રામ વિકાસ યોજનાના કરાર આધારિત કર્મચારીઓ સમાન કામ, સમાન વેતન માંગ સાથે 14 માર્ચથી હડતાળ પર ઉતરી જતા ગ્રામ વિકાસની તમામ યોજનાના કામો અટવાઇ પડતા લાભાર્થીઓએ ભારે હાલાકી ભોગવવી પડે છે. જેથી હડતાળ સમેટી મનરેગા યોજનાના મજૂરોને ચૂકવણુ કરવા તાલુકા પંચાયત ઉપપ્રમુખ દ્વારા ટી.ડી.ઓ.ને આવેદનપત્ર આપી દિન-5માં મજૂરોને તેમની મજૂરીના નાણાં નહી ચૂકવાય તો ગાંધી ચીંધ્યા માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી હતી.

અંગે વડાલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સુરેશસિંહ.ડી.સોલંકીના જણાવ્યા અનુસાર તાલુકા પંચાયતની ગ્રામ વિકાસ શાખામાં મોટાભાગના કર્મચારીઓ કરાર આધારિત ફરજ બજાવી રહ્યા છે. જે કર્મચારીઓ તા.14 માર્ચથી સમાન કામ, સમાન વેતન, જોબ સિકયુરીટી મુદા્ને ધ્યાને લઇ હડતાળ ઉપર ઉતરી જતા શાખામાં કાગડા ઉડી રહ્યા છે. જયારે શાખાના કર્મચારીઓ હડતાળ ઉપર જતા મનરેગા યોજના અંતર્ગત ગામે ગામ ચાલતા કામના શ્રમિકોનું મજૂરી કામનું ચૂકવણુ અટવાઇ પડતા મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા મજૂરોની હાલત કફોડી બની ગઇ છે. જેથી મજૂરોમાં તંત્રની કામગીરી પ્રત્યે ભારે આક્રોશ પેદા થઇ રહ્યો છે. જેમાં જણાવાયુ હતું કે, દિન-5માં મનરેગાના મજૂરોને પોતાની મજૂરીના નાણાં ચૂકવવામાં નહી આવે તો ગાંધી ચીંધ્યા માર્ગ અપનાવી આંદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો