તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડાલીતાલુકાના ખેડૂતોએ ડુંગળીનું બિયારણ (કરાડા) નું ચાલુ સાલે મોટાપાયે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડાલીતાલુકાના ખેડૂતોએ ડુંગળીનું બિયારણ (કરાડા) નું ચાલુ સાલે મોટાપાયે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વડાલીતાલુકાના ખેડૂતોએ ડુંગળીનું બિયારણ (કરાડા) નું ચાલુ સાલે મોટાપાયે વાવેતર કર્યુ છે. બિયારણનું વાવેતર કેન્દ્ર સરકારના નાફેડ વિભાગ દ્વારા ખેડૂતો પાસે કરાવી યોગ્ય ભાવે તેની સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે. જેથી ખેડૂતોને તેના પોષણક્ષમ ભાવ મળવાની આશાએ ખેડૂતોને મોટાપાયે વાવેતર કર્યુ છે.

ગરીબોની કસ્તુરી તરીકે ઓળખાની ડુંગળીનું વાવેતર થયેલુ સામાન્ય રીતે ખેતરોમાં જોવા મળતુ હોય છે. પરંતુ એજ ડુંગળીનું બિયારણ (કરાડા) નું વાવેતર જવલ્લે જોવા મળતુ હોય છે. ડુંગળીના બિયારણનું વાવેતર ચાલુ સાલે વડાલી તાલુકાના ખેડૂતોએ મોટાપાયે કર્યુ છે. બિયારણનું વાવેતર કેન્દ્ર સરકારના નાફેડ વિભાગ દ્વારા ખેડૂતોને બિયારણ આપી કરાવવામાં આવ્યુ છે. ખેતી ટપક પધ્ધતિ દ્વારા ખેડૂત દ્વારા કરવામાં આવી છે. જે પાક પાંચથી મહિનાની અંદર તૈયાર જતો હોય છે. જે પાકનું સારૂ ઉત્પાદન મેળવવા ખેડૂતો મૂલ્યવાન દવાઓ તેમજ ખાતરો, દવાઓનો છંટકાવ કરવા લાગ્યા છે. જેથી પાક હાલમાં પરીપકવ થવા આવતા ખેતરો જાણે સફેદ ગુલાબથી ઢંકાઇ ગયા હોય તેવા દેખાઇ રહ્યા છે. અજાણ્યા માણસો તાલુકાના વિવિધ માર્ગ પરથી નીકળતા ડુંગળીના બિયારણના ખેતરો જોઇ ઉભા થઇ જાય છે અને કયા ફળનું વાવેતર કર્યુ છે તે ખેડૂતોને પૂછવા લાગતા ખેડૂત તેમને ફળ નહી પણ ડુંગળીનું બિયારણ છે તેવુ કહેતા તેઓ ચોંકી ઉઠે છે.

જયારે ડુંગળીનું બિયારણ ફુલમાં તૈયાર થાય છે. જે બિયારણ માટે ફુલ ઉપર મધમાખી આવી બણ બણે છે. જે મધમાખી આવવાથી બિયારણમાં વૃધ્ધિ થાય છે. જયારે બિયારણ સરકારના નાફેડ વિભાગ દ્વારા યોગ્ય ભાવથી ખરીદવામાં આવનાર હોઇ ખેડૂતને તેના ટેકાના ભાવ મળી રહેવાની આશાએ મોટાપાયે વાવેતર કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો