તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હાર્દિક પટેલની સભાના પગલે વડાલીમાં જોરદાર તૈયારીઓ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાર્દિક પટેલની સભાના પગલે વડાલીમાં જોરદાર તૈયારીઓ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગામી તા.2એપ્રિલના રોજ ઇડરમાં યોજાનારી હાર્દિક પટેલની શંખનાદ સભાના આયોજન માટે મંગળવારે વડાલીની કડવા પાટીદાર સમાજવાડીમાં તાલુકા પાસ કાર્યકરોની બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં તાલુકાના તમામ ગામોમાં બેઠકો યોજી આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કરી પાટીદાર અનામત આંદોલનને સફળ બનાવવાનું આહવાન કરાયુ હતું. ઇડરમાં યોજાનારી શંખનાદ સભા દરમિયાન પાટીદાર સમાજના જીપીએસસીમાં સફળ થયેલા લોકોનું સન્માન તેમજ પાટીદાર અનામત આંદોલન દરમિયાન જેલમાં ગયેલા બાર પાટીદાર યુવાનોનું સન્માન પણ થનાર છે. વડાલીમાં યોજાયેલી બેઠકમાં તાલુકાના પાસ કન્વીનર મુકેશ પટેલ, સહ કન્વીનર દિપક પટેલ, સંયોજક રાજુભાઇ પટેલ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. હાર્દિક પટેલની સભાના પગલે વડાલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સભાના બેનરો, આમંત્રણ પત્રિકાઓ તેમજ ખાટલા બેઠકોના આયોજનો ચાલી રહ્યા છે.

ગામે ગામ બેઠકો, બેનરો અને પત્રિકાઓ વિતરણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો