• Gujarati News
  • National
  • માર્ગ ડામર વિહોણો હોવાથી મોટી મોટા ખાડા પડી કાદવ કિચડ

માર્ગ ડામર વિહોણો હોવાથી મોટી મોટા ખાડા પડી કાદવ-કિચડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાલી શહેરના પશ્ચિમ વિસ્તારમાં સી.આર.સી.ભવન આવેલુ છે. ભવન નજીકથી ગૌચર તેમજ અસાઇ વાસણા જવાનો માર્ગ આવેલો છે માર્ગ પરથી દિવસ-દરમિયાન મોટી સંખ્યામાં લોકો વાહનો લઇ અવર જવર કરતા હોય છે. માર્ગ પર તાજેતરમાં પાણી પૂરવઠા તંત્ર દ્વારા ધરોઇની પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે. પાઇપલાઇન છેલ્લા કેટલાક દિવસોથી તુટી જતાં તેમાંથી પાણી માર્ગ પર વહેવા લાગ્યું છે. જેથી માર્ગ ડામર વિહોણો હોવાથી મોટી મોટા ખાડા પડી કાદવ-કીચડ થઇ ગયા છે.

તેમજ પાઇપલાઇન માર્ગ પર તૂટી જતાં મોટો ખાડો પડી ગયો છે. માર્ગ પરથી ચાલતાં જવાનું પણ મુશ્કેલ હોવાથી વાહનોની અવરજવર બંધ થતાં માર્ગ કેટલાય દિવસોથી બંધ થઇ ગયો છે. માર્ગ બંધ થઇ જતાં લોકોએ અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પાઇપલાઇન તૂટતાં લોકો દ્વારા તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી કોઇ પગલાં લેવાયા નથી. જેથી તંત્ર દ્વારા લોકોને પડતી હાલાકી નિવારવા તાત્કાલિક પાઇપલાઇન તૈયાર કરવા ઉગ્ર માંગ ઉભી થઇ છે.

સી.આર.સી.નજીકથી પસાર થતા ગૌચર માર્ગ પર ધરોઇની પાણીની પાઇપ લાઇન તૂટી જવાથી માર્ગ ઠપ થઇ જતાં લોકોએ ભારે હાલાકી ભોગવી પડી. -તસવીર-નીતુલ પટેલ

અન્ય સમાચારો પણ છે...