ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Himmatnagar Jilla » Vadali» વડાલીના સગર સમાજ દ્વારા સુખાકારી માટે ઊજવાતો ફાગ મહોત્સવ સમાપ્ત

    વડાલીના સગર સમાજ દ્વારા સુખાકારી માટે ઊજવાતો ફાગ મહોત્સવ સમાપ્ત

    DivyaBhaskar News Network | Last Modified - Mar 10, 2018, 04:10 AM IST

    વડાલી વસવાટ કરતાં સગર સમાજના લોકો દ્વારા 500 વર્ષથી અવનારુ વર્ષ લોકો માટે સુખ, શાન્તિ અને સમૃદ્ધિ મય પસાર થાય એ માટે...
    • વડાલીના સગર સમાજ દ્વારા સુખાકારી માટે ઊજવાતો ફાગ મહોત્સવ સમાપ્ત
      વડાલીના સગર સમાજ દ્વારા સુખાકારી માટે ઊજવાતો ફાગ મહોત્સવ સમાપ્ત
      વડાલી વસવાટ કરતાં સગર સમાજના લોકો દ્વારા 500 વર્ષથી અવનારુ વર્ષ લોકો માટે સુખ, શાન્તિ અને સમૃદ્ધિ મય પસાર થાય એ માટે ફાગ મહોત્સવ ઊજવવામાં આવે છે. જેના અંતર્ગત ફાગ દેવતા ઈલાજી ભગવાનની સ્થાપના કરી ધુળેટીના તહેવાર બાદ ચાર દિવસ પુરુષો દ્વારા નગારાના તાલે દાંડીયારમી લોકોની સુખાકારીમાટે પ્રાથના કરવામાં આવે છે. જે બુધવારે મોડી રાત્રે સમાપ્ત થયો હતો.

      વડાલીના સગર સમાજ દ્વારા 500 વર્ષથી ફાગ દેવતા ઈલાજી ભગવાનની કૃપાથી આવનારૂ વર્ષ લોકો માટે સારૂ નિવડે તે માટે ફાગ મહોત્સવ ઊજવવામાં આવે છે. ફાગ દેવતા ઇલાજીની સ્થાપના કરી દાંડીયા નગારાના તાલે દાંડીયા રમવામાં આવે છે. આ ચાર દિવસના પરંપરાગત ઉત્સવમાં સમાજના દરેક લોકો ધંધા રોજગારમાંથી સમય કાઢી જોડાતાં શેરીએ શેરીએ દાંડિયા રમતાં વાતાવરણ ભક્તિમય બની જાય છે. આ મહોત્સવની પાંચ ગામ સગર સમાજના પ્રમુખ સગર પ્રભુભાઈના સાનિધ્યમાં ઊજવણી કરવામાં આવી હતી. તેમજ આ પર્વમાં સમાજના રમણભાઈ સગર, વિઠ્ઠલભાઈ સગર, વડાલી નગરપાલિકા પ્રમુખ સમતાબેન સગર, કોર્પોરેટર ઈશ્વરભાઈ સગર, જ્યંતીભાઈ સગર, હીરાભાઈ સગર, ભાવેશભાઈ સગર, વડાલી નાગરિક બેક ચેરમેન રમેશભાઈ સગર, અખિલ ભારતીય સગર યુવા ગ્રુપ સાબરકાંઠા પ્રમુખ હિતેશભાઈ સગર, વિઠ્ઠલભાઈ સગર મહાકાળી મંદિર પ્રમુખ શંકરભાઇ સગરની આગેવાનીમાં ઉપસ્થિત રહ્યા હતાં.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Himmatnagar Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: વડાલીના સગર સમાજ દ્વારા સુખાકારી માટે ઊજવાતો ફાગ મહોત્સવ સમાપ્ત
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `