તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાવાઝોડાથી થયેલા નુકસાન અંતર્ગત આવેદનપત્ર અપાયુ

વાવાઝોડાથી થયેલા નુકસાન અંતર્ગત આવેદનપત્ર અપાયુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાલીના પૂર્વ વિસ્તારમાં થયેલા નુકશાનના વળતરની માંંગ

વડાલીતાલુકાના પૂર્વ વિસ્તારમાં શનિવારે સાંજે એકાએક આવેલા વાવાઝોડાથી ચોમાસુ પાકો અને માલ-મિલ્કતને વ્યાપક નુકશાન થતા ખેતીવાડી શાખા દ્વારા સર્વે કરી ચોમાસુ પાકોના પાક વીમા ચૂકવવા અને નુકશાનીનું યોગ્ય વળતર આપવા ખેડૂતોએ સોમવારે મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતું.

વડાલી તાલુકાના પૂર્વ વિસ્તારના ગામોમાં શનિવારે સાંજે એકાએક વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. જેને પગલે કઠોળ અને શાકભાજી જેવા ચોમાસુ પાકો જમીન દોસ્ત થઇ ગયા હતા. ખરીફ પાકોની વાવાઝોડાએ સોંથ વાળતા ખેડૂતોના મોંમાં આવેલો કોળીયો છિનવાઇ જતા પાયમાલ બની ગયા હતા. જ્યારે વાવાઝોડાથી અનેક ઘરોના પતરા ઉડવા ઉપરોકત ઠેર ઠેર વીજપોલ અને ઝાડ ધરાશયી થતા માલ-મિલ્કતને પણ વ્યાપક નુકશાન થયુ હતું. જે અંતર્ગત વડાલી તાલુકા કિસાન સંઘના પ્રમુખ માધાભાઇ પટેલ, મંત્રી ચિમનભાઇ પટેલ, ઇશ્વરભાઇ પટેલ, વડાલી તાલુકા પંચાયત વિરોધપક્ષના નેતા ભોગીભાઇ પટેલ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતોએ સોમવારે એકઠા થઇ વડાલી મામલતદાર કે.ડી.પ્રજાપતિને આવેદનપત્ર આપ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...