તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નદીપર પુલ હોવાથી ચોમાસામાં ગામ સંપર્ક વિહોણુ બની જાય છે

નદીપર પુલ હોવાથી ચોમાસામાં ગામ સંપર્ક વિહોણુ બની જાય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાલીતાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલા થેરાસણા-થુરાવાસ વચ્ચેનાં માર્ગને તંત્ર દ્વારા તાજેતરમાં નવિન બનાવવામાં આવ્યો છે. પરંતુ થેરાસણા-વડગામડા વચ્ચે આવેલી નદી પર પૂલ બનાવવામાં આવતા ચોમાસામાં બંને ગામો તાલુકા મથકથી સંપર્ક વિહોણા બનવાથી ભારે હાલાકી પડતી હોવાથી નદી પર પૂલ બનાવવા લોકો ઉગ્ર માંગ ઉભી થઇ છે.

વડાલી તાલુકાના પૂર્વ વિસ્તારમાં થેરાસણાથી થુરાવાસ 2 કિ.મી. લાંબો માર્ગ આવેલો છે. માર્ગ પર વડગામડા અને થુરાવાસ ગામો આવેલા છે. જે ગામોમાં મોટી સંખ્યામાં પાટીદારો તેમજ ઓ.બી.સી. જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. માર્ગ બિસ્માર બનતાં તેના પરથી પસાર થવામાં વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડતી હતી. જેથી જવાબદાર તંત્ર દ્વારા તાજેતરમાં લાખો રૂપિયાનાં ખર્ચ નવીન માર્ગ બનાવ્યો હતો. પરંતુ વડગામડા-થેરાસણા વચ્ચે આવેલી નદી પર પૂલ

બનાવ્યા વગર માર્ગ બનાવી દેવામાં આવ્યો હતો. જેથી ચોમાસામાં ભારે વરસાદ પડવાં નદીમાં પૂર આવવાં બંને ગામો તાલુકા મથકથી વારંવાર સંપર્ક વિહોણા બની જાય છે. તેમજ ગામમાંથી બહાર નિકળવાનો કોઇ અન્ય માર્ગ હોવાથી લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ ભારે વરસાદ પડે અને બંને ગામમાં મોટી હોનારત સર્જાય તો બચાવકાર્ય પણ અશક્ય બની જાય તેમ છે. નદી પર પૂલ બનાવવા અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા પૂલ બનાવ્યાં વગર માર્ગ બનાવી દેવામાં આવતાં લોકોમાં રોષ વર્તાઇ રહ્યો છે અને તાત્કાલિક નદી પર પૂલ બનાવવા ઉગ્ર માંગ ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...