Divya Bhaskar

Home » Gujarat » Himmatnagar Jilla » Vadali » વડાલીના જુનાચામું-મેઘ-કાકરબોરના રોડ પર પડેલા ખાડા પૂરવા ગ્રામજનોની માંગણી

વડાલીના જુનાચામું-મેઘ-કાકરબોરના રોડ પર પડેલા ખાડા પૂરવા ગ્રામજનોની માંગણી

Divyabhaskar.com | Updated - Feb 26, 2018, 03:20 AM

વડાલી તાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલા જુનાચામું થી મેઘ અને મેઘ થી કાકરબોરા વચ્ચેનો માર્ગ જર્જરિત બનતા જવાબદાર...

  • વડાલીના જુનાચામું-મેઘ-કાકરબોરના રોડ પર પડેલા ખાડા પૂરવા ગ્રામજનોની માંગણી
    વડાલી તાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલા જુનાચામું થી મેઘ અને મેઘ થી કાકરબોરા વચ્ચેનો માર્ગ જર્જરિત બનતા જવાબદાર તંત્ર દ્વારા બંને માર્ગો નવીન ડામરના બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.જેમાં કોન્ટ્રાક્ટરે માર્ગોપર ઠેર ઠેર પડેલા ખાડાઓમાંના કેટલાકનેજ પુરી બીજા એમના એમ મૂકી દઈ મજાક ઉડાવી માર્ગનુ કામ શરૂ કરવાની તજવીજ હાથ ધરવા છતાં જવાબદાર તંત્ર અજાણ રહેતા લોકોમાં રોષ ફેલાયો છે.જેથી લોકો માર્ગપર પડેલા તમામ ખાડાઓ પુરી માર્ગને લેવલ કરી નવીન બનાવવા ઉગ્ર માંગ કરવા લાગ્યા છે.

    મેઘ,ધરોદ,જુનાચામું,ઘંટોડી,ચામુંકંપા,રવિપુરાકંપા, દેવીનગર,કાકરબોરા,મેધકંપા,રતનપુર,મેઘછાવણી, અંટીપૂરા ગામોને જોડતો મેઘ થી જુનાચામું અને મેઘથી કાકરબોરા માર્ગ આવેલો છે.આ બંને માર્ગો બનાવ્યાને વર્ષો વીતતા તેના પર ઠેર ઠેર ખાડા પડી જઈ જર્જરીત બનતા વાહનચાલકોને પસાર થવામાં હાલાકી ભોગવવી પડતી હતી. માર્ગપર પડેલા તમામ ખાડાઓ પુરવા લોકોએ માંગ કરવા છતાં કામપૂર્ણ થઈ ગયુ તેમ કહી કામદારોએ ચાલતી પકડીને માર્ગનુ ડામરનુ કામ શરૂ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending