તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડાલી તાલુકાના પૂર્વ વિસ્તારના તળાવો ભરવા ખેડૂતોની માંગણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડાલી તાલુકાના પૂર્વ વિસ્તારના તળાવો ભરવા ખેડૂતોની માંગણી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડાલી| રાજયસરકાર દ્વારા વડાલીના પૂર્વ વિસ્તારમાં ગુહાઇ લીન્ક કેનાલ યોજના કાર્યાન્વિત કરવામાં આવી છે. કેનાલ બનાવ્યે બે દાયકાનો સમય વીતવા છતાં આજદિન સુધી તેનું ટીપુ પાણી પણ ગુહાઇ ડેમ સુધી પહોંચી શકયુ નથી. યોજના દ્વારા ગુહાઇ લીન્ક કેનાલમાંથી પાણી લીફટ કરી પાઇપલાઇન દ્વારા થેરાસણા, નવાચામુ, કેશરગંજ આસપાસના તળાવો ભરવા બનાવવામાં આવી હતી. જયારે બીજી તરફ બે-બે યોજનાઓ કાર્યરત કરવા છતાં હાલમાં જમીનમાં પાણીના સ્તર નીચા ઉતરી જતા બોર તેમજ કૂવાઓમાં પાણી ખૂટવા લાગતા પાક પર માઠી અસર થવા લાગી છે. જેથી કાર્યરત કરાયેલા કુબાધરોલ ઉદવહન યોજના પૂર્વ વિસ્તારમાં પણ કાર્યરત કરી તળાવો ભરી જમીનમાં પાણીના સ્તર ઉંચા લાવી ખેડૂતોને પડતી હાલાકી દૂર કરવા માંગ કરવા લાગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો