• Gujarati News
  • કંબોસણી પ્રા. શાળાના વિદ્યાર્થીને શિક્ષકે લાત મારતા હોબાળો મચ્યો

કંબોસણી પ્રા. શાળાના વિદ્યાર્થીને શિક્ષકે લાત મારતા હોબાળો મચ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠાજિલ્લામાં દિનપ્રતિદિન શિક્ષણનું સ્તર કથળી રહ્યુ છે ત્યારે શિક્ષણ તંત્રને કલંક લાગે તેવી એક ઘટના શુક્રવારે વડાલી તાલુકાના કંબોસણી પ્રાથમિક શાળામાં બની છે. જેમાં એક વિદ્યાર્થી શાળામાં દીવાલને ટેકો લઇને બેઠો હોવાથી શિક્ષકે તેને લાત મારી ઇજા પહોંચાડી હતી.

અંગેની વિગત એવી છે કે કંબોસણી ગામના અરવિંદભાઇ ડાહ્યાભાઇ પરમારનો પુત્ર આર્યન (ઉ.વ.10) પ્રાથમિક શાળાના ધોરણ-5માં અભ્યાસ કરે છે. દરમિયાન શુક્રવારે 1 વાગ્યાના સુમારે શિક્ષણ કાર્ય ચાલુ હતું ત્યારે આર્યન રૂમની દીવાલને ટેકો લઇને બેઠો હતો. જેથી શાળાના શિક્ષક કરણસિંહ અમરસિંહ કાનડીયાએ ઉશ્કેરાઇ જઇ આર્યનને જોરદાર લાત મારી હતી. જેથી આર્યન જમીન પર ગોટમડા ખાઇ ગયો હતો. જેથી તેને ઇજા થઇ હતી. તેમ છતાં 2 વાગ્યા સુધી તે રૂમમાં બેસી રહ્યો હતો. અંગે આર્યનના પિતા અરવિંદભાઇ પરમારને ખબર પડતા તેઓ શિક્ષકને ઠપકો આપતાં શિક્ષક કરણસિંહે અરવિંદભાઇને થાય તે કરી લેવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને વડાલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લવાયો હતો, જયાં ફરજ પરના તબીબ ર્ડા.એ.કે.ચારણે સારવાર આપી હતી. માથાભારે શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા તેના સ્નેહીજનો પણ વડાલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દોડી આવ્યા હતા અને શિક્ષક વિરૂધ્ધ શિક્ષાત્મક પગલાનો સૂર વ્યકત કર્યો હતો.

{વિદ્યાર્થી દીવાલને ટેકો લઇ બેસતા ગુરૂ ખીજાયા