Divya Bhaskar

Home » Gujarat » Himmatnagar Jilla » Vadali » વડાલીમાં ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

વડાલીમાં ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

Divyabhaskar.com | Updated - Feb 25, 2018, 03:00 AM

વડાલી | વડાલી કેળવણી મંડળ સંચાલિત શેઠ સી.જે. હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગ અને શેઠ જે.વી.દોશી પ્રાથમિક શાળાનો...

  • વડાલીમાં ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
    વડાલી | વડાલી કેળવણી મંડળ સંચાલિત શેઠ સી.જે. હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગ અને શેઠ જે.વી.દોશી પ્રાથમિક શાળાનો શુક્રવારે ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમનો સમારોહ સભાગૃહમાં યોજવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 2016 -17 દરમિયાન શૈક્ષણિક અને સહ અભ્યાસીક પ્રવૃતિઓમાં સિધ્ધિ મેળવનાર શાળાના બાળકોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઇડર પ્રાંત અધિકારી એ.જે.દેસાઈ, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ જોશી, વડાલી માર્કેટયાર્ડના ચેરમેન જયંતીભાઈ પટેલ, , વડાલી નગરપાલિકા પ્રમુખ સમતાબેન સગર સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending