• Gujarati News
  • કપાસ અને મગફળીના ટેકાના ભાવમાં વધારો કરવા માંગણી

કપાસ અને મગફળીના ટેકાના ભાવમાં વધારો કરવા માંગણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાશે

કેન્દ્રસરકાર દ્વારા સી.સી.આઇ. કેન્દ્રો પર ખરીદવામાં આવતા કપાસ અને મગફળીના ભાવમાં વધારો કરવાની માગણી ખેડૂત આલમમાં ઉઠી છે. વડાલી તાલુકાના કિસાન સંઘ દ્વારા સોમવારે વડાલી માર્કેટયાર્ડ સજજડ બંધ રાખવાની જાહેરાત કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે.

અંગે વડાલી તાલુકા કિસાન સંઘના પ્રમુખ ઇશ્વરભાઇ પટેલે જણાવ્યુ હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સી.સી.આઇ. કેન્દ્ર શરૂ કરાયા છે. પરંતુ ભાવો ખૂબ નીચા રાખવામાં આવ્યા છે. ટેકાના ભાવોમાં વધારો કરવામાં નહિ આવે તો ખેડૂતો પાયમાલ થઇ જશે. માત્ર રૂા.800 ના ભાવે કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં વધારો કરવામાં આવે તેવી માગણી કરવા છતાં પણ કોઇ ભાવ વધારો કરાયો નથી. જેના વિરોધમાં સોમવારે વડાલી માર્કેટયાર્ડના વેપારીઓ તથા ખેડૂતો માલની ખરીદી કરશે નહિ અને બંધ પાડશે. ઉપરાંત મામલતદાર એ.એ.પટેલને આવેદનપત્ર આપશે. અંગે વડાલી માર્કેટયાર્ડના ચેરમેન જયંતિભાઇ પટેલે જણાવ્યુ હતું કે કિસાન સંઘ દ્વારા સોમવારે વડાલી માર્કેટયાર્ડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યુ છે. જેના પગલે વેપારીઓ પણ પોતાની દુકાનો બંધ રાખશે.

કપાસના યોગ્ય ભાવ નહિં મળતા ખેડૂતો ચિંચિત બન્યા છે.