• Gujarati News
  • લોકસભા બેઠકના બ્રાન્ડ એમ્બેસેડર સેધાભાભાનું 115 વર્ષની વયે નિધન

લોકસભા બેઠકના બ્રાન્ડ એમ્બેસેડર સેધાભાભાનું 115 વર્ષની વયે નિધન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાલીતાલુકાના ડોભાડા ગામના સેધાભાભાને ગત લોકસભાની ચૂંટણીમાં જિલ્લાની બેઠકના બ્રાન્ડ એમ્બેસેડર ચૂંટણી પંચ દ્વારા બનાવાયા હતા. જેઓનું તાજેતરમાં 115 વર્ષની વયે નિધન થતા જિલ્લામાં સૌથી વધુ વયસ્ક સેધાભાભાની અંતિમયાત્રા ગ્રામજનોએ ગામમાં પાલખીયાત્રા કાઢી ગામમાં ફેરવી અંતિમક્રિયા કરી હતી.

વડાલી તાલુકાના ડોભાડા ગામમાં સેતાનસિંહ (સેધાભાભા) વાઘેલા છેલ્લા 115 વર્ષથી વસવાટ કરી રહ્યા છે. જેઅ ગામમાં તેમજ જિલ્લામાં સૌથી વયસ્ક હોવાથી ગ્રામજનોને તેમના નામ પર્વ ગર્વ હતું. જેઓ 115 વર્ષની વયે પણ મતદાર જન્મસિધ્ધ અધિકારી હોવાની દરેક ચૂંટણી વખતે મતદાન કરવાનું ચુકતા હતા. તેમજ પોતે મતદાન કરવા પણ અન્યને પણ મતદાન કરવાનો આગ્રહ રાખી મતદારોમાં જોશ પેદા કરતા હતા. જે જોઇ જિલ્લા કલેકટરએ ગત લોકસભાની ચૂંટણીમાં મતદારો વધુમાં વધુ મતદાન કરી મતદારોમાં જાગૃતિ લાવવા સેધાભાભાને લોકસભા ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા. જેમના મતદાન પ્રત્યેના અભિગમ જોઇ મતદારો ખૂબ મતદાન કરવા પ્રત્યે આકર્ષાયા હતા. જે સેધાભાભાનું તા.11/11/14 ના રોજ અવસાન થયુ હતું.

સાબરકાંઠા લોકસભા બેઠકના બ્રાન્ડ એમ્બેસેડર વડાલી તાલુકાના ડોભાડા ગામના સેધાભાભાનું 115 વર્ષની વયે નિધન થતાં ગ્રામજનો દ્વારા ગામમાં પાલખીયાત્રા કાઢી હતી. તસ્વીર : નિતુલ પટેલ