• Home
  • Gujarat
  • Bhuj
  • Rapar
  • પાલિકામાં કરાર આધારિત સીઓના ઈન્ટરવ્યૂના 15 દિવસે નિમણૂક નહી

પાલિકામાં કરાર આધારિત સીઓના ઈન્ટરવ્યૂના 15 દિવસે નિમણૂક નહી

ભુજ નગરપાલિકામાં કરાર આધારિત મુખ્ય અધિકારી માટે અરજીઓ મંગાવાઈ હતી. જેના ઈન્ટરવ્યૂના 15 દિવસ બાદ પણ કોઈ નિમણૂક અપાઈ...

DivyaBhaskar News Network | Updated - Mar 26, 2018, 04:15 PM
પાલિકામાં કરાર આધારિત સીઓના ઈન્ટરવ્યૂના 15 દિવસે નિમણૂક નહી
ભુજ નગરપાલિકામાં કરાર આધારિત મુખ્ય અધિકારી માટે અરજીઓ મંગાવાઈ હતી. જેના ઈન્ટરવ્યૂના 15 દિવસ બાદ પણ કોઈ નિમણૂક અપાઈ નથી, જેથી ભુજ સુધરાઈનો વહીવટ ખાડે ગયો છે.

કલેકટર કચેરી દ્વારા ભુજ અને ભચાઉ નગરપાલિકામાં કરાર આધારિત મુખ્ય અધિકારીની નિમણૂક માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ હતી. 12મી માર્ચના સોમવારે ઈન્ટરવ્યૂ પણ લેવાયા હતા. સૂત્રોનું માનીએ તો નિવૃત્ત મામલતદાર અને નાયબ મામલતદાર ઉપરાંત ભુજ સુધરાઈના એક અનુભવી એન્જિનિયરે પણ અરજી કરી હતી. જોકે, ઈન્ટરવ્યૂમાં એકાદ ઉમેદવાર સમયસર પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેને આજે 15 દિવસ જેટલો સમયગાળો વીતી ગયો છે, પરંતુ કોઈને નિમણૂક અપાઈ નથી. બીજી બાજુ, રાપર નગરપાલિકાના મુખ્ય અધિકારી મેહુલ જોધપુરા પાસે ભચાઉ અને ભુજ સુધરાઈનો પણ વધારાનો હવાલો છે, જેથી તેઓ ભુજ નગરપાલિકામાં નિયમિત અને પૂરતો સમય આપી નથી શકતા. જેના કારણે જન્મ મરણ, લગ્ન નોંધણી જેવા પ્રમાણપત્રો ઉપર સહીઓ નથી થતી અને લોકોને ધરમના ધક્કા થાય છે. નગરપાલિકાના કર્મચારીઓના પગાર પણ 1લી તારીખના બદલે મહિનાના અંતે થવા લાગ્યા છે, જેથી કર્મચારીઓમાં પણ કાર્યનિષ્ઠા ઘટી રહી છે. જેનો ભોગ શહેરીજનો બની રહ્યા છે. જોકે, ઠેકેદારોના બિલ પાસ કરાવવા બ્રાન્ચે હેડ છેક રાપર સુધી લાંબા થઈને સહીઓ લઈ આવે છે, પરંતુ કર્મચારીઓના પગારપત્રક ઉપર સહીઓ લેવા કોઈ તસદી નથી લેતા. નાના કર્મચારીઓને 25મી તારીખ સુધી પગાર થયા ન હોવાથી રવિવારના રામનવમી પણ ઉજવી નહોતા શક્યા.

X
પાલિકામાં કરાર આધારિત સીઓના ઈન્ટરવ્યૂના 15 દિવસે નિમણૂક નહી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App