• Gujarati News
  • નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતાં ચાર દરગાહે થઇ ચાદરપોશી

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતાં ચાર દરગાહે થઇ ચાદરપોશી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનતા પૂરી કરવા ૪૦ કારના
કાફલાએ ૩૫૦ કિ.મી. પ્રવાસ કર્યો

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનતાં અને લાલ કિલ્લા પરથી સ્વાતંત્ર્ય પર્વે ઘ્વજવંદન કરતાં કરછ ભાજપના લઘુમતિ મોરચાએ ચૂંટણી વખતે લીધેલી ચાર દરગાહો પર ચાદર પોશીની માનતા તાજેતરમાં પૂરી કરવામાં આવી હતી. ભુજથી ૪૦ જેટલી કારના કાફલામાં રવાના થઇને ૩૫૦ કિમીના પ્રવાસ સાથે હાજીપીર સહિત ચાર સ્થળે ચાદર ચઢાવાઇ હતી અને માતાના મઢ ખાતે મા આશાપુરાના દર્શન કયાô હતાં. આ પ્રસંગે કરછની કોમી એકતાને બેમિશાલ ગણાવાઇ હતી.
કરછ જિલ્લા ભાજપ લઘુમતિ મોરચા દ્વારા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતાં માનતા પૂરી કરવા ભુજની હજરત કાદરશા વલીની દરગાહ, રામપર અબડાની સુમરી દાદીની મઝાર, હાજીપીરની દરગાહ તેમજ માઇ ભીભીની દરગાહ પર ધારાસભ્ય સહિતના આગેવાનો દ્વારા ચાદરપોશી કરાઇ હતી. આ તકે કરછ જિલ્લા ભાજપ અઘ્ય ા અને રાપરના ધારાસભ્ય પંકજ મહેતાએ જણાવ્યું હતું કે, કરછમાં લઘુમતિ સમાજના ભાઇઓ દ્વારા વડાપ્રધાન માટે માનતા રાખવી એ મોટી વાત છે. કરછની કોમી એકતા વિશ્વ માટે મિશાલ સાબિત થશે. સાંસદ વિનોદ ચાવડા અને ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે કાું હતું કે, જિલ્લાની એકતા પીરો, સુફીઓ અને સંતોના આશીર્વાદથી મજબૂત છે. જિલ્લા ભાજપ લઘુમતિ મોરચાના પ્રમુખ અલીમામદ જતે તમામ આગેવાનોનું સ્વાગત કર્યું હતું અને માનતા પૂરી કરવાની ખુશી વ્યકત કરી હતી.
દરગાહોમાં ચાદરપોશી દરમિયાન જિલ્લા મંત્રી પરેશ ભાનુશાળી, ભુજના નગરપ્રમુખ હેમલતાબેન ગોર, મામદ જુણેજા, રિતેન ગોર, શૈલેન્દ્રસિંહ જાડેજા, યાકુબ કેવર, અલાના ભુંગર, હાજીપીરના સરપંચ મુબારક બાવા, જેમલ રબારી વગેરે સામેલ થયા હતા.
ચાદર સાથે અલીમામદ જત, ડો.નીમાબેન, વિનોદભાઇ, પંકજભાઇ.