તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હાઉસિંગ બોર્ડના મકાન માલિકોના પ્રોપર્ટીકાર્ડ ખાતાબૂકનો પ્રશ્ન હલ

હાઉસિંગ બોર્ડના મકાન માલિકોના પ્રોપર્ટીકાર્ડ-ખાતાબૂકનો પ્રશ્ન હલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંકૈલાસનગર, ઉમેદનગર અને પવનચક્કી કોલોનીઓના મકાનો ગુજરાત હાઉસિંગ બોર્ડે બનાવેલા છે, જેના મિલકતધારકોનો લાંબા સમયથી ટલ્લે ચડેલા પ્રોપર્ટી કાર્ડ અને ખાતાબૂકના પ્રશ્નનો હલ આવી ગયાના હેવાલ છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરના પ્રમુખ પ્રવીણસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 25થી 30 વર્ષ પહેલાં ગરીબ, મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના શહેરીજનો માટે કૈલાસનગર, ઉમેદનગર અને પવનચક્કી નામની કોલોનીઓ ગુજરાત હાઉસિંગ બોર્ડે બનાવી હતી, જેના મિલકતધારકો પાસેથી દર મહિને હપ્તારૂપે મકાનની નક્કી કરેલી કિંમત વસૂલ્યા બાદ ગુજરાત હાઉસિંગ બોર્ડે દસ્તાવેજ બનાવી દીધા હતા, પરંતુ રેવન્યૂ રેકર્ડમાં હાઉસિંગ બોર્ડ દ્વારા નોંધ કરાઇ નહોતી, જેથી મિલકતધારકોને પ્રોપર્ટીકાર્ડ અને ખાતાબૂક મળતા હતા, જે બાબતે કલેક્ટર, અમદાવાદ સ્થિત હાઉસિંગ બોર્ડની કચેરી તથા અન્ય વિભાગોમાં રજૂઆતો કરી હતી. છેલ્લે અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ પાસે રજૂઆત કરતા તેમણે સંકલન સમિતિમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો. રાપર મત વિસ્તારના ધારાસભ્ય પંકજભાઇ મહેતાએ મુદ્દો છેડ્યો હતો. પરિણામ સ્વરૂપે 16મી સપ્ટેમ્બરના સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની કચેરી દ્વારા પ્રશ્ન ઉકેલાયાની જાણ કરતો પત્ર મળ્યો હતો, જેમાં જણાવાયું છે કે, પ્રત્યેક મકાનધારકને માપણી ફીના રૂપિયા 300 અને નકશા ફીના 150 રૂપિયા મળી કુલ રૂપિયા 450 ભરવાના રહેશે. જે ભર્યાથી સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની કચેરી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગુ.હા. બોર્ડ ક્વાર્ટર પ્રમુખને સિટીસર્વે સુપ્રિટેન્ડેન્ટે જાણ કરી

અન્ય સમાચારો પણ છે...