તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કતલખાને જતી ગાયોના મામલે આડેસર પોલીસ મથકને ઘેરાવ

કતલખાને જતી ગાયોના મામલે આડેસર પોલીસ મથકને ઘેરાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરતાલુકાના આડેસર ગામે ગાયોને પીક-અપવાનમાં કતલખાને લઇ જતા બે શખ્સોનો પીછો કરનારા ગૌરક્ષક દળના સભ્યો સાથે ગાળાગાળી અને ધાકધમકી થતા મામલો ગરમાયો હતો. અને શુક્રવારે લોકોના મોટા સમૂહે ગામના પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી દાદાગીરી કરનારા ઇસમો સામે ત્વરીત પગલાં ભરવા માગણી કરી હતી. શુક્રવારે બપોરે 12થી સાંજ સુધી ગામે સજ્જડ બંધ પાળ્યો હતો.

બનાવની પોલીસ સૂત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે ગુરૂવારે રાત્રે આડેસરના મેરૂભાઇ સુજાભાઇ મકવાણાને ફોન પર સામખિયાળીથી ગાયો ભરેલી પીક-અપવાન આડેસર તરફ આવતી હોવાની માહિતી

...અનુસંધાનપાનાનં.4મળતાંગૌરક્ષક દળના સભ્ય હોવાના નાતે મેરૂભાઇ ઉપરાંત ભરતભાઇ વજાભાઇ વણોલ, નારાણભાઇ ભલાભાઇ મરંડ તથા નટવરસિંહ અરજણસિંહ મકવાણાએ ચેકપોસ્ટ પર જઇ વોચ રાખી હતી. રાતે ગાયો ભરેલી પીક-અપવાન નીકળતાં ચારે જણે પછી કર્યો હતો, પરંતુ વાન રણ તરફ નીકળી ગઇ હતી. ઘટના બાદ શુક્રવારે સવારે આડેસરમાં ભરતભાઇના ગેરેજમાં વીજાપરનો અનવર અયુબ હિંગોરજા અને તેનો ભાઇ હારૂન અયુબ હિંગોરજા આવીને પીક-અપવાનનો પીછો કરવા બાબતે ગાળાગાળી શરૂ કરી હતી. ભરતભાઇએ મેરૂભાઇ સહિતના સભ્યોને ત્યાં બોલાવતાં બે ઇસમોએ તેમને પણ ગાળો આપીને હવે પછી જો અમારા ગાયો ભરેલા વાહનનો પછી કરશો તો ગાડી માથે ચડાવીને મારી નાખશું એવી ધમકી આપી હતી. પોલીસ ફરિયાદ અનુસાર ઇસમો અગાઉ કેસમાં આવી ગયા છે અને તેમનું કોઇ કંઇ પણ બગાડી નહીં શકે તેવું પણ ધમકીભર્યા સુરમાં કહ્યુ હતું. બનાવને પગલે ગામલોકોનો મોટો સમૂહ એકત્ર થયો હતો અને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાનમાં બપોરે 12 વાગ્યા પછી ગામની દુકાનો બંધ રહી હતી. મામલે આડેસર પીએસઆઇ ચૌધરીનો સંપર્ક કરતાં આરોપીઓને તુરંત પકડી પડાશે તેવું જણાવ્યું હતું.

આડેસર પોલીસ સ્ટેશને એકત્રીત થયેલા ગ્રામજનો નજરે પડે છે.

બે ઇસમોએ ગૌરક્ષકો સાથે દાદાગીરી કરતાં રોષ

અન્ય સમાચારો પણ છે...