• Gujarati News
  • National
  • રાપરમાં લાકડી ફટકારી 5 લૂલ્ખાએ આતંક મચાવ્યો

રાપરમાં લાકડી ફટકારી 5 લૂલ્ખાએ આતંક મચાવ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરમાં લાકડી ફટકારી 5 લૂલ્ખાએ આતંક મચાવ્યો

ક્રાઇમરિપોર્ટર. રાપર

રાપરનાતીરુપતિનગર સલારી નાકે તથા દેનાબેંક વિસ્તારમાં બુધવારે સાંજે બોલેરો લોંગ જીપમાં સવાર 5 લુખ્ખાએ આતંક મચાવ્યો હતો. નશામાં જાહેર માર્ગ પર પસાર થતા લોકોને લાકડી ફટકારી ભાગી છૂટ્યા હોવાનો બનાવ બનતાં શહેરભરમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ રાપર શહેરના તીરુપતિનગર સલારી નાકાની ભરબજારમાં લોકોની ભીડ વચ્ચે જીપ ઘૂસાડી પાંચ લુખ્ખા શખ્સે વચ્ચે જે આવે તેને લાકડીઓ મારી આતંક મચાવ્યો હતો, તો દેના બેંક પાસે પણ જેને જુએ અને ધોકા મારવાના બનાવથી રાહદારીઓમાં ભય ફલાઇ ગયો હતો.

બુધવારે રાતે બનેલા બનાવથી લુખ્ખા શખ્સો કોણ હતા, તે કોઇ જાણી શક્યું નહતું, પરંતુ ખુલ્લેઆમ કાયદાની બીક વગર નિર્દોષ પ્રજા પર આવા જુલમ કરી ભય ઊભો કરનારાની તપાસ કરી તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ તીવ્ર બની હતી. ઘટનાને પગલે સમગ્ર રાપર પંથકમાં ચકચાર મચી હતી.

અન્ય સમાચારો પણ છે...