અરબીસમુદ્રમાં સર્

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ, ભુજ

અરબીસમુદ્રમાં સર્જાયેલ સાયકલોનીક સર્કયુલેશનની અસર હેઠળ શુક્રવાર સુધી કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહી કરાઇ છે ત્યારે મંગળવારે કચ્છનો પૂર્વ અને પશ્ચિમ છેડો વરસાદથી ભીંજાયો હતો. હજુ પણ જિલ્લામાં વરસાદ વરસવાની આગાહી જારી હોતાં મેઘમહેરની આશા યથાવત રહી છે.

મંગળવારે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં લખપત તાલુકામાં મેઘરાજાએ પવનના સુસવાટા અને ગાજવીજ સાથે ધમાકેદાર પધરામણી કરી હતી. દયાપરમાં_ સવારે 5 વાગ્યા બાદ જોશીલા ઝાપટારૂપે વરસાદ વરસતાં જોતજોતામાં તો અડધો ઇંચ પાણી પડી ગયું
અરબીસમુદ્રમાં સર્જાયેલ સાયકલોનીક સર્કયુલેશનની અસર હેઠળ શુક્રવાર સુધી કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહી કરાઇ છે ત્યારે મંગળવારે કચ્છનો પૂર્વ અને પશ્ચિમ છેડો વરસાદથી ભીંજાયો હતો. હજુ પણ જિલ્લામાં વરસાદ વરસવાની આગાહી જારી હોતાં મેઘમહેરની આશા યથાવત રહી છે.

મંગળવારે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં લખપત તાલુકામાં મેઘરાજાએ પવનના સુસવાટા અને ગાજવીજ સાથે ધમાકેદાર પધરામણી કરી હતી. દયાપરમાં_ સવારે 5 વાગ્યા બાદ જોશીલા ઝાપટારૂપે વરસાદ વરસતાં જોતજોતામાં તો અડધો ઇંચ પાણી પડી ગયું હતું. વરસાદના પગલે માર્ગો પરથી જોશભેર પાણી વહી નિકળ્યા હતા.

માતાનામઢ, ઘડુલી, મેઘપર, દોલતપર, સિયોત, મુધાન, ગુનેરી, બરંદા, જાડવા, અમીયા, ખટિયા, પાન્ધ્રો, છેર, ફુલરા, માણકાવાંઢ, હરોડા, ભાડરા સહિતના ગામોમાં વહેલી સવારે અડધોથી પોણો ઇંચ

...અનુસંધાનપાનાનં.5

વરસાદવરસતાં હરખની હેલી વ્યાપી હતી. વરસાદના પગલે તાલુકાના મોટાભાગના ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. દયાપરમાં મોસમનો કુલ વરસાદ 20 મીલીમીટર પર પહોંચ્યો છે. વરસતા વરસાદ વચ્ચે દયાપરના બસસ્ટેશન પાસે જિવતો વીજવાયર તુટી પડયો હતો. સદભાગ્યે સમયે લોકોની અવરજવર ઓછી હોતાં કોઇ નુકશાની થઇ નહોતી. કેટલાક ગ્રામ્ય તળાવમાં નવા નીર આવ્યા હતા.

નારાયણ સરોવર, કોટેશ્વર, કનોજ, કૈયારી સહિતના ગામોમાં પણ વહેલી સવારે એકાક કલાક સુધી ઝાપટાંરૂપે વરસાદ વરસ્યો હતો. વરસાદી ઝાપટાંના પગલે ગામની ગલીઓમાં પાણી વહી નિકળ્યા હતાં.

અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા સહિત આસપાસના ગામોમાં પણ કયાંક ઝરમર તો કયાંક ઝાપટાંરૂપે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. નલિયામાં સતાવાર રીતે 6 એમ.એમ વરસાદની નોંધ થઇ હતી.

પૂર્વ કચ્છના રાપરમાં પણ બપોરે વરસાદની પધરામણી થઇ હતી. બપોરે 12 વાગ્યા પછી ધોધમાર વરસાદી ઝાપટું વરસતાં જોતજોતામાં અડધો ઇંચ પાણી પડી ગયું હતું. વરસાદના પગલે નગરના મોટાભાગના રસ્તાઓ પર છુટ પાણી વહી નિકળ્યા હતા. તાલુકાના ચિત્રોડ, મોટીરવ, નંદાસર, દશેલપર, ત્રંબો, રામવાવ, બાલાસર સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યાના અહેવાલ છે. વરસાદના પગલે કેટલાક વિસ્તારમા઼ વીજવીક્ષેપ સર્જાયો હતો.

ભુજ સહિતના વિસતારમાં મેઘાડંબર છવાયો હતો પણ વરસાદ વરસવાની આશરા ફળીભુત થઇ નહોતી મહતમ પારો ઘટવા છતાં વાતાવરણમાં બફારો યથાવત રહ્યો હતો.

નારાયણસરોવરમાં આવ્યા નવા નીર



મંગળવારેવરસેલા વરસાદના પગલે તીર્થધામ નારાયણ સરોવરમાં 3 માસ સુધી ચાલે તેટલા પાણીની આવક થઇ હતી. તો લખપત તાલુકાના કેટલાક ગામોમાં વાવણીલાયક વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે.

કચ્છનો પૂર્વ અને પશ્ચિમ છેડો વરસાદથી ભીંજાયા : વહેલી સવારે ગાજવીજ સાથે વરસ્યો વરસાદ: દયાપરમાં પવનના કારણે જીવતો વીજવાયર તુટયો: અબડાસામાં ઝાપટાં : અન્ય વિસ્તારમાં મેઘાડંબર

અન્ય સમાચારો પણ છે...