• Gujarati News
  • National
  • ભચાઉ લોધિડાથી રાપર સુધી ઓવરલોડ વાહન ચાલકો દંડ બચાવવા 3500 ચૂકવે છે

ભચાઉ-લોધિડાથી રાપર સુધી ઓવરલોડ વાહન ચાલકો દંડ બચાવવા 3500 ચૂકવે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓવરલોડનાદૂષણના કારણે અંતરિયાળ ગામો ત્રસ્ત બન્યા છે. પોલીસ તંત્રની અમી નજર વગર આમ બની શકે નહીં એવી ચકચાર વચ્ચે ભચાઉ-લોધિડા થઇને રાપર તરફ દોડતા ઓવરલોડ ભારે વાહનો પાસેથી નઠારા તત્ત્વો સેટિંગ કરી રૂપિયા વસૂલતા હોવાની ફરિયાદ ઉઠતાં તંત્રની નીતિ સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.

ભચાઉ થઇને દોડતા ઓવરલોડ વાહનોને સામખિયાળી RTO ચેકપોસ્ટ પાર કરાવી દેવાના ધંધામાં કૂદી પડેલા તત્ત્વોએ હવે ઓવરલોડ વાહનચાલકો પાસેથી 3500 રૂપિયા વસૂલવા શરૂ કરતાં કરોડોનું કૌભાંડ ચાલી રહ્યું છે. ઓવરલોડ વાહનો ચેકપોસ્ટ વચ્ચે આવે નહીં માટે અન્ય માર્ગોએથી દોડી રહ્યા છે, જે પાછળ ભેદી તત્ત્વોનો ખેલ હોવાનું સામે આવી રહ્યું છે. સામખિયાળી ચોર રસ્તાકાંડ શાંત પડી જતાં, નવા-નવા રસ્તાઓ શોધતા થયેલા તત્ત્વોએ ભચાઉથી લોધિડા થઇ, રાપર તરફના માર્ગને પસંદ કર્યો હતો અને હવે માર્ગ પરથી ઓવરલોડ વાહનોને આસાનીથી ચેકપોસ્ટથી બચાવી લેવામાં આવે છે. ઓવરલોડ વાહનચાલકો હેરાનગતિ ટાળવા ફોલ્ડરિયાઓને ચૂકવણું કરવા તૈયાર થતા હોવાથી 1200થી શરૂ થયેલી રકમ હવે 3500 સુધી પહોંચી છે.

કચ્છમાંથી માલ ભરીને દરરોજ હજારોની સંખ્યામાં ઓવરલોડ જિલ્લા બહાર જાય છે, આવા વાહનો પાસેથી જો આટલી મોટી રકમ પડાવાતી હોય તો આંકડો દૈનિક રીતે લાખોને પાર કરી જાય છે. મોટા ઉપાડે ACB શરૂ કરેલી ઝુંબેશ હવે ફ્રીજ થઇ જતાં ફોલ્ડરિયાઓ ફરી આકાઓના ઇશારે પોતાનો ખેલ માંડી દીધો છે. હાલ સામખિયાળી ખાતે વ્યક્તિગત વાહનો પાસેથી વ્યવહાર બંધ હોવાથી બધો ખેલ પડ્યો છે. બહારથી આવતા RTO સ્ક્વોડ સાથે પણ નઠારા તત્ત્વો સેટિંગ કરતા હોય છે.

ભચાઉથી રાપરની વચ્ચેના ગામડા વિસ્તારના યુવાનો પણ રાત પડે ને ઓવરલોડ ગાડીઓનો પ્રવાહ શરૂ થાય કે તરત નીકળી પડે છે અને પસાર થતી ટ્રકોને રોકી તેમની પાસેથી ઉઘરાણા કરી લેતા થયા છે. યુવાનોને કોઇ જાતની કરામત વગર ઓવરલોડ વાહનચાલકો શાંતિથી નાણા આપી દેતા હોવાથી એક નવા પ્રકારનો ધંધો વાગડમાં ચાલુ થયો છે.

આમાંપોલીસની કોઇ ભૂમિકા નથી

સંબંધેભચાઉના પી.આઇ. વિષ્ણુદાન ગઢવીને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, આખો મામલો આર.ટી.ઓ.નો છે અને પોલીસ હંમેશાં તેને સહાયતા કરે છે. લોધિડા-રાપર વચ્ચેનો માર્ગ સ્ટેટ હાઇવે છે અને તેમાં આવી ફરિયાદોના પગલે આરટીઓ તંત્રને સાથે રાખી ચેકિંગ પણ કરવામાં આવ્યું છે, પણ આવી કોઇ પ્રવૃત્તિ જોવા મળી નથી. 3500 લેવાતા હોવાની હકીકતમાં પોલીસની કોઇ ભૂમિકા નથી.

યુવાનો પણ હવે માર્ગો પર ઉઘરાણા કરી લે છે

બહારથી આવતી સ્ક્વોડના અધિકારીઓ સાથે પણ વ્યવહાર કરી લેવાય છે

સામખિયાળી ચેકપોસ્ટથી બચવા નવા ચોર માર્ગોનો ઉપયોગ

અન્ય સમાચારો પણ છે...