તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેંક રાજકારણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાનીસૌથી મોટી મધ્યસ્થ સહકારી બેંક કચ્છ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની રવિવારે ચૂંટણી યોજાઇ હતી. સહકારી ક્ષેત્રે પણ સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોની હુંસાતુંસી વચ્ચે તેમના તરફી મતદાન કરવા માટે આંતર પ્રવાહો દ્વારા રાજકારણ ગરમ રહ્યું હોવાનું સપાટી પર આવ્યું હતું. બોગસ મતદાનના આક્ષેપ સાથે ભુજમાં મતદાન પુરું થયું હતું. પખાવાડિયા અગાઉ બેઠક બિનહરિફ થયા બાદ બાકીની બેઠક માટે સો ટકા મતદાન થયું હતું. સોમવારે નવા બનનારા ડાયરેક્ટર્સનું ભાવિ ખુલશેેે. ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોના મતદાન બાદ સોમવારે નવા જૂનીના અેંધાણ થાય તેમ મનાઇ રહ્યું છે. માંડવી, મુન્દ્રા, ભચાઉ અને ભુજની બેઠકના પરિણામ માટે ભર્યા નારિયેળ જેમ સ્થિતિ ઉભી થઇ છે.

આર્થિક સંકળામણનો ભોગ બનતી રહેતી અને સરકારી મદદથી આર્થિક કારભાર ચલાવતી કેડીસીસી બેંકના હોદ્દેદારોની ટર્મ પૂરી થતાં રવિવારે બેઠકની ચૂંટણી યોજાઇ હતી. અંજાર, રાપર, નખત્રાણા, લખપત, અબડાસા અને જુન નંબર 12 હાઉસીંગ અને અન્ય મંડળીઓની બેઠકો બિનહરીફ જાહેર થયા પછી રવીવારે ભુજની ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ ખાતે ભુજ, માંડવી, મુન્દ્રા, ભચાઉ, જુથ નંબર-10 આૈદ્યોગકી અને શરાફી મંડળીઓ અને જુથ નંબર 11 સહકારથી મંડળીઓ અને જિનીંગ એમ 6 બેઠકો માટે 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઇ હતી.ચૂંટણી અધિકારી ડી.સી.જોષીની દેખરેખ હેઠળ સવારે 11 વાગ્યે મતદાન પ્રક્રિયા શરૂ થઇ હતી. સાંજે 5 વાગ્યા સુધી થયેલા મતદાનમાં 300થી વધુ મતદારોએ મતદાન કરતાં 100 ટકા મતદાન થયું હતું. ચૂંટણી પ્રક્રિયાની શરૂઆતથી ભાજપ-કોંગ્રેસના રાજકીય આગેવાનોએ સભાસદોને ખેંચવા જોર આજમાવ્યું હતું.

ભુજમાં મતદાન કરવા પહોંચ્યા મંડળીના સભાસદો

આજે જાહેર થશે પરિણામ, હવેના ડાયરેકટર્સ માટે નવા જૂનીનાએંધાણ

મંડળીના જુથવાર પડેલા મત

જુથનંબર કુલ મતદાર કુલ મતદાન

1-ભુજ 50 50

2-માંડવી 20 20

6-ભચાઉ 47 47

8-મુન્દ્રા 20 20

10-ઔદ્યોગિક 70 70

અને શરાફી મંડળી

11-સહકારી સંઘ 110 110

અને જિનીંગ

અમેરિકા ગયેલા મતદારનો ડ્રાઇવર મત આપી ગયાનો આક્ષેપ

જુથનંબર 10ના ઉમેદવાર ચંદ્રકાત ગોરડિયાએ બોગસ મતદાન થયું હોવાના આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે માંડવીના જિતેન્દ્ર સચદે તાજેતરમાં અમેરિકા ગયા હોવા છતાં તેમનો મત પડ્યો હતો. તેમનો ડ્રાઇવર મતદાન કરી ગયો હોવાનો આક્ષેપ ગોરડિયાએ માધ્યમો સમક્ષ કર્યો હતો. તેઓ આવતી કાલે મતગણતરી પહેલાં વાંધો ઉઠાવે તેવી શક્યતાઓ છે.

બોગસ મતદાનના આક્ષેપ સાથે KDCCની ચૂંટણી પૂર્ણ

અન્ય સમાચારો પણ છે...