તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાગોદર નજીક ટેન્કર પલ્ટ્યું તેલ ઢોળાવાથી તલાવડી દૂષિત

ગાગોદર નજીક ટેન્કર પલ્ટ્યું તેલ ઢોળાવાથી તલાવડી દૂષિત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરતાલુકાના ગાગોદર પાસે મોડી રાત્રે તેલનું ટેન્કર પલટી મારી જતા મોટી માત્રામાં તેલ ઢોળાયું હતું જે રસ્તાની સાઇડમાં ઉતરી એક ખેડૂતની જમીનમાં બનાવાયેલી ખેત તલાવડીમાં વહી જતાં પાણી દુષિત બન્યું હતું. બીજી તરફ ખાદ્યતેલ હોવાનું જાણવા મળતાં ગ્રામજનો જે હાથમાં આવે તે સાધન લઇ તેલ ભરવા માટે ધસી આવ્યા હતા અને ભીડ જામી હતી.

ગાગોદરથી રાધનપુર જતા મોડી રાત્રે તેલનું વહન કરતા એક ટેન્કરે, ચાલકે સ્ટીરીંગ પરથી કાબુ ગુમાવતા, પલટી મારી હતી. ટેન્કરમાં રહેલું એરંડીયું તેલ મોટી માત્રામાં માર્ગ પર વહી નિકળ્યું હતું બનાવ સબંધે મોડે સુધી પોલીસમાં કોઇ નોંધ પડી નહોતી.

અન્ય સમાચારો પણ છે...