તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પૂર્વ કચ્છમાંથી 3 બૂટલેગરોને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા

પૂર્વ કચ્છમાંથી 3 બૂટલેગરોને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂર્વકચ્છમાં દારૂના વેપલાથી પરેસાન પ્રજાની રજુઆતો બાદ સફાળા જાગેલા પોલીસ તંત્રએ કડક હાથે કામ લેવાની શરૂઆત કર્યા બાદ, દારૂના મોટા જથ્થા સાથે ઝડપાયેલા શખ્સો વિરૂધ્ધ પાસાનું શસ્ત્ર અજમાવ્યું હતું.

દારૂના ધંધામાં પડેલા 3 શખ્સો બાબુ ધના કોલી (ઉ.-33), સામજી ધના કોલી (ઉ.-35) (બન્ને રહે લુણવા, રાપર) તથા શૈલેષ રાઘુ કોલી (ઉ.-25, રહે. પ્રાગપર, રાપર) વાળાઓ, દારૂના ધંધામાં લાંબા સમયથી સંકળાયેલા છે અને દારૂના મોટા જથ્થા સાથે ઝડપાઇ પણ ચુક્યા હતા સંજોગોમા વચ્ચે એસ.પી. ભાવના પટેલે ત્રણેય વિરૂધ્ધ દરખાસ્તો તૈયાર કરી, જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપી હતી જે દરખાસ્તો મંજુર થતાં ત્રણેય વિરૂધ્ધ અટકાયતી પગલાં લઇ, 22/9 ના ત્રણેયને અટકમાં લીધા હતા અને બાબુને રાજકોટ, સામજીને વડોદરા તથા શૈલેષને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી અપાયા હતા. કામગીરીમાં LCB પીઆઇ. એચ.એલ. રાઠોડ, પોસઇ વી.એલ. ગાગીયા તથા તેમની ટીમના સભ્યો જોડાયા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં દારૂના અન્ય ધંધાર્થીઓ વિરૂધ્ધ પણ કાર્યવાહી કરાશે.

પાસાની સજા પામેલા આરોપીઓ નજરે પડે છે.

દારૂના ધંધામાં રત્ત ધંધાર્થીઓમાં ફેલાયો ફફડાટ, અન્યો સામે થશે કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...