તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઉમૈયા રાપરમાં 32500ની મત્તા સાથે 11 ખેલી ઝડપાયા

ઉમૈયા-રાપરમાં 32500ની મત્તા સાથે 11 ખેલી ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરતાલુકાના ઉમૈયા ખાતે પોલીસે બાતમીના આધારે રેઇડ કરતાં 27,050/- ની રોકડ મતા સાથે 6 ખેલીઓને ઝડપાઇ ગયા હતા.

ઉમૈયા ખાતે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રાપર પોલીસે શનિવારની રાત્રે 12:25 વાગ્યે રેઇડ કરતાં, જાહેરમાં સ્ટ્ટરી લાઇટના અજવાળામાં તીન પત્તીનો જુગાર રમી રહેલા હસમુખગર જાલમગર ગુંસાઇ, મહેશગર જાલમગર ગુંસાઇ, ચમન પરબત ખવાસ, રસુલ સુભાન ઘાંચી, પ્રદિપ બાબુલાલ દ્વિવેદી, બાબુ ઉર્ફે કાનજી હરી પરમાર, બધા રહે. ઉમૈયા વાળાઓને રોકડા રૂપિયા 27,050/- સાથે ઝડપી લેવાયા હતા. કામગીરી રાપરના પોસઇ એસ.જી.ખાંભલા અને તેમની ટીમે હાથ ધરી હતી.

ટીમે રાપરમાં પણ બાતમીના આધારે રેઇડ કરી, જાહેરમાં બેસી તીન પત્તીનો જુગાર રમી રહેલા રમજુ મીરા ભાટી, હાકુ ઉર્ફે રામજી કેસર મણકા, દલા ભુરા હરીજન, ગુલામ રમજુ પઠાણ, હરધોળ સામંત મણકાને રોકડા રૂપિયા ૫૫૬૦ ની મતા સાથે ઝડપી લીધા હતા.

વાગડમાં શ્રાવણ બાદ પણ જુગારની મોસમ ચાલુ

અન્ય સમાચારો પણ છે...