તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાક સામેની દિવ્યાંગ ટી 20 માટે કચ્છના 2 ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમમાં

પાક સામેની દિવ્યાંગ ટી-20 માટે કચ્છના 2 ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વવિકલાંગ દિવસની ઉજવણી નિમિત્તે ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલીવાર દિવ્યાંગ ટી-20 મેચનું આયોજન કરાયું છે. ટીમમાં કચ્છના બે સહિત ગુજરાતના 3 ખેલાડીઓની રાષ્ટ્રિય ટીમમાં પસંદગી કરાઇ છે.

ઇન્ડિયન ક્રિકેટ ફેડરેશન ફોર ધી ડિસેબલ ઇન્ડિયાના સેક્રેટરી જનરલ ડો. અબ્દુલ વાહિદ સિદ્દિકીના જણાવ્યા મુજબ ટુર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન ક્રિકેટ એસોસિયેશન ફોર ફિઝિકલી હેન્ડીકેપ્ડ દ્વારા કરાયું છે. ટીમ 1લી ડિસેમ્બરના રોજ પાકિસ્તાન પહોંચશે. ટીમનો બે દિવસીય કન્ડિશનિંગ કેમ્પ સ્લેગ ક્રિકેટ એકેડેમી, હરિયાણામાં 28 નવેમ્બરથી શરૂ થશે.

ટીમના પસંદ થયેલા ખેલાડીઓમાં નવચેતન અંધજન

...અનુસંધાનપાના નં.9મંડળ,માધાપરના બે દિવ્યાંગ ખેલાડીઓ ગિરિરાજસિંહ જાડેજાઅને વિભાભાઇ રબારીની પસંદગી થઇ છે. તેમની પસંદગી થતાં સંસ્થાના જનરલ સેક્રેટરી લાલજી પ્રજાપતિ, ખજાનચી ઝીણાભાઇ ડબાસીયા, સહમંત્રી હિમાંશુ સોમપુરા, ટ્રસ્ટી હરજી લાછાણી, ખીમજી વેકરીયા, દામજી ઓઝા, જાદવજી વેકરીયા, મૂળજી ડબાસીયા, ચીફ કો-ઓર્ડિનેટર દિપક પ્રસાદ, દેવરામ ઢીલા સહિતના અગ્રણીઓએ અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.

બોક્સ :: હે. પાક પ્રવાસે જનારી ભારતીય ટીમ

અમિત સચદેવા (કપ્તાન-ફરિદાબાદ), વસીમ અહેમદ (સોનભદ્ર), અભયસિંહ (ઉન્નાવ), વિભાભાઇ રબારી, ગિરિરાજસિંહ જાડેજા અને ઇમરાન મલિક (ત્રણે ગુજરાત), સંજીવકુમાર, કુલદિપકુમાર (લખનૌ), પરમાનંદ ગૌર (બરેલી), મોનુકુમાર (ફરિદાબાદ), વિનયસિંહ (કાનપુર), ગોપાલ યાદવ (વારાણસી), અભિજિત વિશ્વાસ (પ. બંગાળ), વિક્રમ નાગ (લખીમપુર ખીરી), હરેન્દ્રસિંહ (હરિયાણા), દેવદત્ત (મોહાલી), આમિર હુસેન અને ઝહૂર અહેમદ (બન્ને જમ્મૂ-કાશ્મીર). ટીમની સાથે સંયુક્ત સચિવ શિવજીકુમાર, જનરલ સેક્રેટરી ડો. એ.ડબલ્યુ. સિદ્દિકી, ટીમ મેનેજર સંતોષકુમાર ગુપ્તા, કોચ યોગેશ શિંદે રહેશે.

ગિરિરાજસિંહ

વિભાભાઇ

અન્ય સમાચારો પણ છે...