Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંજાર તથા ભુજ તા.ના વિકાસ કામો માટે રૂા. 1 કરોડ ફાળવાયા
અંજારઅને ભુજ તાલુકાના વિવિધ વિકાસના કામો માટે ધારાસભ્યની ગ્રાન્ટ ફાળવવા અંજાર તથા ભુજ તાલુકા ભાજપ પ્રમુખોએ સંસદીય સચિવને રજૂઆત કરતા તેમને પોતાની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસ કામો માટે રૂા. 1 કરોડની ફાળવણી કરાઇ હતી.
અંજાર અને ભુજ તાલુકાના વિવિધ વિકાસના કામો માટે ધારાસભ્યની ગ્રાન્ટ ફાળવવા સંસદીય સચિવ અને અંજારના ધારાસભ્ય વાસણભાઇ આહિર સમક્ષ રજૂઆત કરતા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એક કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. જેમાં અંજારના આંબાપર, બુઢારમોરા, નાની નાનગલપર, મેઘપર બોરીચી, રતનાલ, મેઘપર કુંભારડી, મીઠા પસવારીયા, ધમડકા, ખોખરા, બીટાવલાડીયા આથમણા, કોરારવાંઢા, તુણા, વીડી, વીરા, રાપર, ખેડોઇ (માધવનગર) અને લાખાપર, નિંગાળ, વરસામેડી, સિનુગ્રા, ઝરૂ, મોટી ખેડોઇ, સંઘડ અને મારીંગણા, બીટાવલાડીયા (ઉગમણા) , જ્યારે ભુજના ખેંગારપર, નાડાપા, જવાહરનગર અને ધાણેટી, વડઝર, બળદિયા, ચપરેડી (અટલનગર), ઝીંકડી, સરસપર, કાળી તલાવડી, મોખાણા, હબાય, કંઢેરાઇ, હાજાપર, જ્યારે અંજાર શહેરમાં સતાપર રેલવે ફાટક, રઘુનાથજીના મંદિર પાસે પેવર બ્લોક માટે 2 લાખ, સવાસર નાકા પાસે બસ સ્ટેશન માટે 1.75 લાખ, ગંગા નાકા, સ્વામિનારાયણ મંદિર, હનુમાન મંદિરની મંજૂરી મળી છે. આમ ઉપરોક્ત કામો માટે રૂા. 1 કરોડની ફાળવણી કરવામાં આવેલી છે.