તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગુરૂના ઉપદેશને અનુસરે તેનું કલ્યાણ નિશ્ચિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરૂના ઉપદેશને અનુસરે તેનું કલ્યાણ નિશ્ચિત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છભરમાંગુરૂપૂર્ણિમાની વિવિધ કાર્યક્રમો સાથે ઉમંગભેર ઉજવણી કરાઇ હતી. વિવિધ સંસ્થાઓ અને શાળાઓ દ્વારા ઉજવાયેલા ઉત્સવમાં ગુરૂનું શું મહત્વ છે તેની સમજ અપાઇ હતી. તકે જીવનના નિશ્ચિત કલ્યાણ માટે ગુરૂએ આપેલા ઉપદેશને અનુસરવા શીખ અપાઇ હતી.

ભચાઉ તાલુકાના જંગીમાં મેકરણદાદા અખાડા ટ્રસ્ટ તથા સમસ્ત કાંઠા ચોવીસી આહિર સમાજ દ્વારા આયોજીત ગુરૂપૂર્ણિમાં ઉત્સવ તથા પાંચમા સરસ્વતી સન્માન સમારોહને મહંત વેલજીરાજાએ ખુલ્લો મુકયો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને વ્રજવાણી સ્મારક ટ્રસ્ટ અને કચ્છ-પાટણ પ્રાથરિયા આહિર સમાજના પ્રમુખ રાણાભાઇ માદેવાભાઇ આહીર તેમજ અતિથિ વિશેષપદે સંસદીય સચિવ વાસણભાઇ આહિરના હસ્તે ધો. 8 થી 12ના શિક્ષણક્ષેત્રે સમાજના તેજસ્વી 186 તારલાઓનું સન્માન કરાયું હતું.

જ્ઞાતિ પ્રમુખે શૈક્ષણિક સંકુલમાં એક હજાર છોકરી રહીને ભણી શકે તેવી નેમ વ્યકત કરી હતી.

પ્રસંગે ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ શીતલબેન છાંગા, કંકુબેન આહીર, વાસણભાઇ વિસાભાઇ ધનજીભાઇ, પીએસઆઇ નંદાણીયા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કોંગ્રેસે તાલુકા મથકે ગુરૂવંદના કરી

જિલ્લાકોંગ્રેસ સમિતિએ દરેક તાલુકા મથકે ગુરૂવંદના કાર્યક્રમ યોજાયો હતો. પક્ષના આગેવાનોએ રૂદ્રમાતા જાગીર તેમજ લક્ષ્મીનારાયણ સંસ્કારધામ માટે ગુરૂવંદના કરી હતી. પ્રમુખ નરેશ મહેશ્વરી, જયવીરસિંહ જાડેજા, વિગેરે જોડાયા હતા.

ભુજમાંતુલસીના રોપા, કુંડા અપાયા

સત્યમનાઉપક્રમે કોલોની વિસ્તારોમાં તુલસીના રોપાઓ સાથે કાપડની થેલીઓ કુંડા કુંડીઓનું નિ:શુલ્ક વિતરણ થયું હતું. બાળકો માટે ભજન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. નયનભાઇ શુકલ દ્વારા ઇનામો આપવામાં આવ્યા હતા. દર્શક અંતાણી, પરેશ શાહ, વી.આર.મહેતા, વિગેરે હાજર રહ્યા હતા.

અંજારમાંપોલીસે છાત્રોનું સન્માન કર્યું

અંજારનીશેઠ ડુંગરશી સ્કુલમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટના 44 વિદ્યાર્થીઓ સાથે પીઆઇ આર.જી.પરમાર, પીએસઆઇ ડી.જી.બડવા, એએસઆઇ કિશોરસિંહ ઝાલા, મયુરભાઇ ગોસ્વામીએ ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરી હતી.

માંડવીભાજપે કરી ધર્મગુરૂની વંદના

માંડવીમાંતાલુકા ભાજપ દ્વારા વિવિધ ધર્મગુરૂઓની ગુરૂવંદના કરવામાં આવી હતી. સ્વામિનારાયણ મંદિરેથી ગુરૂવંદના યાત્રાનો જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરીયાએ પ્રસ્થાન કરાવ્યું હતું. તાલુકા ભાજપ પ્રમુખ અમુલભાઇ દેઢીયાની આગેવાનીમાં સ્વામિ. મંદિરના સ્વામી વિશ્વ વલ્લભદાસજી, મહેશ્વરી સમાજના ધર્મગુરૂ નારાણદેવ લાલણ, મુફતીએ કચ્છ હાજી અહમદશા બાવા, ગીરીજાદત ગીરીજી, આઇ ગંગામા, કોડાય ગુરૂકુળ, યાસીનશા બાપુ, અર્જુનનાથજી, વિરાયતના ચંદનાશ્રીજી, ચંદુમાં સહિતના સંતો-મહંતો માતાજીઓના આર્શિવાદ મેળવી તેમની ગુરૂવંદના કરાઇ હતી. હરદેવસિંહ જાડેજા સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

મુન્દ્રાનાભીડભંજન મંદિરે માથંુ ટેકવ્યું

મુન્દ્રાસ્થિત ભીડભંજન મહાદેવ મંદિરે તાલુકા કોંગ્રેસે ભોલેનાથના ચરણોમાં નમન કરી ગુરૂવંદના કરી હતી. તાલુકા પ્રમુખ કિશોર પિંગોલ, કિશોરસિંહ પરમાર, નવીન ફફલ ઉપસ્થિત રહ્યા હતા.

રાપરમાંરામકથા યોજાઇ

રાપરમાંરવિભાણ સંપ્રદાયમાં દરિયાસ્થાન મંદિરે 50 વર્ષ જુની પરંપરા મુજબ ગુરૂપૂર્ણિમા નિમિતે રામકથાનું આયોજન થયું હતું. વ્યાસપીઠ પરથી સંત ત્રિકાલદાસ મહારાજે કહ્યું હતું કે, પ્રભુની નજીક પહોંચતા ગુરૂનું માધ્યમ ખુબ જરૂરી છે. મંદિરમાં સમાધી છે તે ગુરૂઓના જીવનને અનુસરો તો જીવનનું કલ્યાણ નક્કી છે. પ્રસંગે મુંબઇ, વલસાડ, આણંદ, ખંભાત, બનાસકાંઠા, સૌરાષ્ટ્ર, કચ્છ, વલાડીયાથી ખુબ મોટી સંખ્યામાં સેવકો ઉપસ્થિત રહ્યા હતા. મહાપ્રસાદના દાતા સુંદરજી સાયતા પરીવાર રહ્યો હતો. આચાર્ય રસજાને આભાર માન્યો હતો. પરીષદના કાર્યકર્તા ભાવિન એન. ઠક્કર, મયુર રામાનંદી, નિલેશ મારાજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કોડાયમાંગુરૂનો મહિમા વર્ણવાયો

માંડવીતાલુકાના કોડાયમાં સ્વામિ-નારાયણ મહાવિદ્યા કેન્દ્રમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ ંહતું. આચાર્ય મહેન્દ્ર એમ. પિત્રોડાએ ગુરૂનું મહત્વ સમજાવ્યું હતું. ગુરૂના મહિમા વિશે નાટક, ભજન, વકતૃત્વ, નિબંધ, ગીત સ્પર્ધા યોજાઇ હતી. ભાગ લેનારા વિદ્યાર્થીઓને ઇનામ અપાયા હતા.

SRKઇન્સ્ટિ.માં ગુરૂ વિશે વકતવ્ય યોજાયું

સાપેડાનજીક એસઆરકે ઇન્સિટયુટ તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રિન્સિપાલ અનિલ હોથીએ પ્રસંગ મહતવ સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓએ ગુરૂપૂર્ણિમાનું મહત્વ તથા પોતાના વિચારો રજુ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો