• Gujarati News
  • National
  • રાપર તાલુકા ગુર્જર મેઘવાળ સમાજના હોદ્દેદારો વરાયા

રાપર તાલુકા ગુર્જર મેઘવાળ સમાજના હોદ્દેદારો વરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપર તાલુકા ગુર્જર મેઘવાળ સમાજના હોદ્દેદારો વરાયા

ભુજ: રાપરતાલુકા ગુર્જર મેઘવાળ સમાજની અગત્યની મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે કાંતિલાલ સોલંકી, શામજીભાઇ ગોહિલ, રમેશભાઇ, મંત્રી કાંતિભાઇ ચૌહાણ, મહામંત્રી નથુભાઇ ગોહિલ, સહમંત્રી શામજીભાઇગોહિલ, સંગઠન મંત્રી કમલેશ ધવડ, કાયદાકીય સલાહકાર પ્રવિણભાઇ પરમાર અને અમૃતભાઇ પરમારનો સમાવેશ થાય છે.

માંડવીબુલીયન એસોસિયેશના હોદેદારો નિમાયા

માંડવી: બુલીયનએસોસિયેશનના હોદેદારો વરાયા હતા, જેમાં બુલીયન એસોસિયશનની મળેલ બેઠકમાં પ્રમુખ તરીકે શશ્મીકાંત બી.સોની, ઉપપ્રમુખ રમેશ થેલેશ્વર, મંત્રી ભરત પી. કપ્ટા, રાજેશ ડી.બુદ્ધભટ્ટી, ખજાનચી ભરત બી.સોની ઉપરાંત 10 કારોબારી સભ્યોની વરણી કરવામાં આવી હતી.

નાગરયુવાનો માટે જીવનસાથી પસંદગી સંમેલન

ભુજ: સમગ્રગુજરાત નાગર પરીષદ (મહામંડળ)ના ઉપક્રમે તા.17/12ના રવિવારના નાગર યુવક-યુવતીઓ માટે જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે. અગાઉ સંમલનો થીક 8 હજારથી વધુ યુગલો લગ્નગ્રંથીથી પરસ્પર જોડાયા છે. સંમેલનમાં ભાગ લેવા માગતા હોય તેઓો નિમ્ન દર્શિત સરનામા ઉપરથી તેમજ વેબસાઇટ www.nagarpratishtan પરથી પણ વિના મૂલ્યે આવેદનપત્ર મેળવી શકશે. સંસ્થાન પ્રમુખ નરેશ રાજા તથા ચેરમન અરુણ બુચ (ગાંધીધામ) અને મહામંત્રી ધર્મેન્દ્ર દેસાઇ જણાવે છે કે, ભરેલા આવેદનપત્રો મોડામાં મોડા તા.5/12ના સાંજ 5 સુધીમાં જમા કરાવવાના રહેશે. વધુ માહિતી માટે મો.99740 34466 સંપર્ક કરવો.

કુકમાખાતે 12 થી 14 ડિસેમ્બરના યોજાશે ગાય આધારિત સજીવ ખેતી તાલીમ શિબિર

ભુજ: રામકૃષ્ણટ્રસ્ટ માધાપર દ્વારા ગાય આધારિત સજીવ ખેતી વિશેની નિશુલ્ક ત્રિદિવસીય તાલીમ શિબિર કુકમાના ચિંતન ફાર્મ ગૌકૃષિ સંશોધન વિસ્તરણ કેન્દ્ર ચિંતનફાર્મ ખાતે યોજાશે. ૧૨,૧૩ અને ૧૪ ડિસેમ્બરના યોજાનારા પૂર્ણ દિવસના સેમિનારમા ખેતીના તમામ પાસાઓને આવરી લેવાશે. શિબિરનો સમય સવારે ૧૦ થી પઃ૩૦ સુધીનો રહેશે.

શિબિરમાં સજીવ ખેતીની વિભાવના, પોષણ વ્યવસ્થા, ખેડ, વાવણી, વિખેડ, નિંદામણ નિયંત્રણ, પાકની ફેરબદલી, પિયત વ્યવસ્થા, રોગ જીવાત નિયંત્રણ, બીજ વ્યવસ્થા, ગૌપાલન, માર્કેટીંગ, વેલ્યુ એડીશન વગેરે વિષયોનું માર્ગદર્શન વિવિધ સત્રોમા અપાશે. નામ નોંધાવવા ૯૪૨૬૫ ૮૨૮૧૦, ૭૫૬૭૪૬૦૩૫૫નો સંપર્ક કરવાે.

અન્ય સમાચારો પણ છે...