• Gujarati News
  • મોરગરમાં મૃત મળેલા યુવકની આડાસંબંધમાં હત્યા થયાનું ખૂલ્યું

મોરગરમાં મૃત મળેલા યુવકની આડાસંબંધમાં હત્યા થયાનું ખૂલ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉતાલુકાના મોરગર ગામે બસ સ્ટેશનની પાસે બાવળની ઝાડીમાંથી એક અજાણ્યા યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળ્યાના બીજા દિવસે તબીબી રિપોર્ટમાં મૃતકનું ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારાવામાં આવ્યો હોવાનું સપાટી પર આવ્યું છે. પોલીસે મૃતકની ઓળખ મેળવીને લાશને પરિવારજનોને સોંપી દીધી છે, તો બપોર બાદ શકમંદ તેના સાથી કર્મચારીને ઝડપી પાડી ઉલટ તપાસ કરતાં પોતાની પત્ની સાથે મૃતકને આડાસંબંધ હોવાથી દારૂ પીવડાવી પતાવી દીધાની કેફિયત આપી હતી. પોલીસે તેની વિધિવત ધરપકડ કરી આગળની કાર્યવાહી

...અનુસંધાનપાના નં. 4



કરીછે. દૂધઇ પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર બી. એમ. રાણાએ જાતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મોરગર ગામના બસ સ્ટેન્ડ પાસેથી મળેલી યુવકની લાશમાં પ્રથમ તો શરીરે કોઇ ઇજાના નિશાન જોવા મળ્યા હતા, પરંતુ મોત પાછળનું કારણ શંકાસ્પદ જણાતું હોવાથી પોસ્ટમોર્ટમ અને વિશેરા બન્ને લેવામાં આવ્યા હતાં, ત્યારબાદ તપાસ શરૂ કરતાં મૃતક મૂળ રાપર તાલુકાના ડાવરી ગામનો અને હાલે અંજારના નવા નગરમાં રહેતો મનસુખ મોહન મસુરિયા (24) હોવાનું ખૂલ્યું હતું. યુવાન વેલસ્પન કંપનીમાં નોકરી કરતો હતો, જે ગત તા.8ના બપોરની પાળીમાં કામ પર નીકળ્યો હતો, જેની ડ્યૂટી રાત્રિના 12 વાગ્યે પૂરી થઇ જવા છતાં ઘરે પહોંચ્યો હતો. મૃતક હાલ બહેન-બનેવી સાથે રહેતો હોવાનું ખૂલ્યું છે. બીજી બાજુ તબીબે આપેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે, કોઇએ મનસુખનું ગળુ દબાવી દેતાં, ઓક્સિજન મળતાં હ્ય્દય બંધ થઇ જવાને કારણે તેનું મોત થયું હતું. બનાવને પગલે પોલીસે ઉલટ તપાસ કરતાં તેની સાથે કામ કરતાં બાબુ રણછોડ પરમાર (23, રહે. નવાનગર અંજાર)ની હિલચાલ શંકાસ્પદ જણાતાં શોધખોળ હાથ ધરી હતી. તેવામાં તે ભચાઉના બાનિયારી ગામેથી પકડાઇ ગયો હતો, જેની પૂછપરછ કરતાં મૃતક મનસુખની આરોપીની પત્ની સાથે આડાસંબંધ હોવાથી ગળે ટૂંપો આપી પતાવી દીધાની કબૂલાત આપી હતી, જેથી પોલીસે તેની વિધિવત ધરપકડ કરી હતી.

પોલીસે કહ્યુંકે, આરોપી બાબુ પરમાર અને મૃતક મનસુખ બન્ને તા.9ના રાત્રિના 12:30 મિનિટે કંપનીએથી છૂટ્યા હતા, આરોપીએ બાનિયારી ગામે પાર્ટી હોવાનું કહીને સાથે લઇ ગયો હતો, જ્યાં મૃતકને ચિક્કાર દારૂ પણ પીવડાવ્યો હતો બાદમાં રસ્તામાં ઢીમ ઢાળી દીધું હતું.

યુવકનેપતાવી દેવા 15 દિ\\\'થી સાથે નોકરી પર જતો

સૂત્રોનાજણાવ્યાપ્રમાણે, આરોપી બાબુએ મોબાઇલમાં વાત કરતાં બન્નેને પકડી પાડ્યા હતા, ત્યારથી મનોમન પતાવવાનું નક્કી કરી લીધું હતું, 15 દિવસથી બન્ને ફરજ પર એકસાથે જતાં હતાં અને રાત્રિના પણ સાથે પરત આવતા હતા.

પાર્ટીમાં જવાનુંકહીને લઇ ગયો હતો