તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કચ્છના 17 બુથ પર સ્ત્રી પુરૂષ એક સરખા જ, 271 પર મહિલા વધુ !

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છના 17 બુથ પર સ્ત્રી-પુરૂષ એક સરખા જ, 271 પર મહિલા વધુ !

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનીવિધાનસભા માટે આવતી કાલે કચ્છની બેઠકો પર પણ મતદાન થશે. મતદારોને પાંચ વર્ષે એક વખત જે હક્ક મળે છે તેનો આવતીકાલે ઉપયોગ થશે, પ્રયોગ થશે. બેઠકો માટે 1803 મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. આમાંથી 17 મતદાન મથક એવા છે કે જેમાં મહિલા અને પુરૂષ મતદારની સંખ્યા એક સમાન છે. જ્યારે 271 મતદાન મથક ખાતે પુરૂષોની સરખામણીએ સ્ત્રીઓનું પ્રમાણ વધુ છે.

ચૂંટણીને લગતા તંત્ર પાસેથી મળેલી માહિતી અનુસાર 271 મતદાન મથકમાં મહિલાઓનું પ્રમાણ પુરૂષો કરતા વધુ છે તેમાં સૌથી વધુ ભુજ મત વિસ્તાર છે. ભુજમાં 94 મતદાન મથક એવા છે કે જ્યાં પુરૂષ મતદારો લઘુમતીમાં છે. બીજી તરફ, રાપરમાં એવા માત્ર 13 મતદાન મથક છે કે જ્યાં આધિપત્ય મહિલાઓનું છે. બાકીની બેઠકોનું ચિત્ર જોઇએ તો માંડવીમાં આવી 53, અબડાસામાં 47, અંજારમાં 42, ગાંધીધામમાં 22 બેઠકો છે.

પુરૂષ મતદાર વધુ હોય એવા સૌથી વધુ મતદાન મથક અબડાસામાં છે. ત્યાં 319 બુથ પર મહિલાઓ ઓછી છે અને પુરૂષ વધુ છે. ત્યારબાદ ગાંધીધામમાં આવા મતદાન મથકો 276, રાપરમાં 274, અંજારમાં 230, માંડવીમાં 219 અને ભુજમાં 197 છે.

એવી રીતે, મહિલા અને પુરૂષ મતદારોની સંખ્યા એક સમાન હોય એવા મતદાન મથક સૌથી વધુ માંડવીમાં 7 છે. તો અબડાસામાં 4, ભુજ અને ગાંધીધામમાં 2-2, અંજાર અને રાપરમાં 1-1 મતદાન મથકોમાં બંને જાતિ એક સરખી છે.

કચ્છમાં 1803 બુથ પર આવતીકાલે મતદાન થશે, 1515 મતદાન મથક પર પુરૂષોનો દબદબો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો