તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કચ્છમાં 750 વીઆઇપી વોટર્સ: માંડવીમાં સૈાથી વધુ, રાપરમાં ઓછા

કચ્છમાં 750 વીઆઇપી વોટર્સ: માંડવીમાં સૈાથી વધુ, રાપરમાં ઓછા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છની6 વિધાનસભા બેઠક માટે પ્રથમ તબકકામાં 9 ડિસેમ્બરે સામાન્ય ચુંટણી યોજાનાર છે. ત્યારે ચૂંટણીમાં કચ્છના 6 વિધાનસભા ક્ષેત્રોમાં નોંધાયેલા 750 વીઆઇપી વોટર્સ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

જિલ્લા ચૂંટણી શાખામાંથી મળેલી સતાવાર આંકડાકિય માહિતી અનુસાર જિલ્લાના વિધાનસભા મતક્ષેત્રો પૈકી માંડવીમાં સૈાથી વધુ અને રાપરમાં સૈાથી ઓછા વીઆઇપી મતદારના નામ નોંધાયેલા છે. ચૂંટણી શાખામાં તમામ વિધાનસભા ક્ષેત્ર દીઠ આવા વીઆઇપી વોટર્સની ફોટોવાળી યાદી પ્રસિધ્ધ થયેલી છે. જે દર ચુંટણીમાં અપડેટ થતી રહે છે.

નથી અપાતી કોઇ વિશેષ સવલત

વીઆઇપીવોટર્સની યાદી વહિવટી પ્રક્રિયાનોલ એક ભાગ છે. પણ જેમનું નામ યાદીમાં ચડે છે તેમને તેમના મતદાન મથકમાં કોઇ પણ પ્રકારની વિશેષ સવલત અપાતી નથી તેવું નાયબ ચુંટણી અધિકારી મેહુલ જોશીએ માહિતી આપતાં કહ્યું હતું.

વહિવટીકરતા રાજકીય ઉદેશ વધુ

વીઆઇપીવોટર્સમાં આઇએઅે અને આઇપીએસ ઉપરાંત મહતમ રાજકીય પદાધિકારીઓ સમવીષ્ટ હોય છે. અને અા યાદી બનાવી તેને સતત અપટેટ રાખવા પાછળ રાજકીય ઉદેશ વધુ હોય છે. મતદારયાદીમાંથી કોઇ રાજકીય પક્ષના આગેવાન કે કાર્યકર કે જે સંભવીત દાવેદાર હોય નામ નિકળી જાય તો ફોર્મ ભરવા સમયે થતા હોબાળાને ટાળવા સતત અપડેશન થતું હોય છે.

કોનો કોનો સમાવેશ

સાંસદ,ધારાસભ્યો, માજી સાંસદ, આઇએએસ અને આઇપીએસ, માજી ધારાસભ્યો, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો.

કયાં કેટલા વીઆઇપી વોટર્સ

બેઠકનું નામ સંખ્યા

અબડાસા 132

માંડવી 143

ભુજ 122

અંજાર 124

ગાંધીધામ 122

રાપર 107

અન્ય સમાચારો પણ છે...