• Gujarati News
  • National
  • પોલીંગ બુથ પર સ્ટાફને પહોંચાડવા 188 ઝોનલ રૂટ તૈયાર કરાયા

પોલીંગ બુથ પર સ્ટાફને પહોંચાડવા 188 ઝોનલ રૂટ તૈયાર કરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીનાઆડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલ સ્ટાફને તેમના બુથ પર પહોંચાડવા તેમજ ચુંટણીલક્ષી સાહિત્ય પહોંચાડવા માટે જિલ્લાના 6 વિધાનસભા મતક્ષેત્રને આવરી લેતા 188 ઝોનલ રૂટ તૈયાર કરાયા છે. દરેક ઝોનલ રૂટ પર મોનીટરીંગ કરવા માટે 188 ઝોનલ ઓફિસરને નિયુકત કરાયા છે. તો 18 ઝોનલ ઓફિસર રિઝર્વ રાખી કુલ 206 ઝોનલ ઓફિસરને પોસ્ટીંગ અપાયું છે. સૈાથી વધુ 44 ઝોનલ રૂટ અબડાસામાં તો સેાથી ઓછા 26 ઝોનલ રૂટ ગાંધીધામ મતક્ષેત્રમા઼ નકકી કરાયા છે. શુક્રવારની સવારથી મોટાભાગનો સ્ટાફ જેતે મતક્ષેત્રના

...અનુસંધાન પાના નં.9

રીસવીંગ્-ડીસ્પેચીંગસેન્ટર પરથી ફાળવાયેલા બુથ પર રવાના થશે. અને મોટાભાગનો સ્ટાફ શુક્રવારની સાંજ સુધી ફાળવાયેલા બુથ પર પહોંચી જશે. અને શનિવારે ચુંટણી પ્રક્રિયા સંપન્ન કર્યા બાદ મોડી રાત સુધી પરત આવી જશે.

અન્ય સમાચારો પણ છે...