Home » Gujarat » Bhuj » Rapar » રાપર તાલુકામાં 12 લાખની વીજ ચોરી પકડાઇ

રાપર તાલુકામાં 12 લાખની વીજ ચોરી પકડાઇ

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 06:25 AM

રાપર તાલુકામાં પીજીવીસીએલની વીજીલન્સ ટીમોએ ધોંસ બોલાવીને વિવિધ કેટેગરીના વીજ જોડાણોમાંથી 12.15 લાખની વીજ ચોરી...

  • રાપર તાલુકામાં 12 લાખની વીજ ચોરી પકડાઇ
    રાપર તાલુકામાં પીજીવીસીએલની વીજીલન્સ ટીમોએ ધોંસ બોલાવીને વિવિધ કેટેગરીના વીજ જોડાણોમાંથી 12.15 લાખની વીજ ચોરી પકડી પાડી હતી. એસઆરપી અને પોલીસના બંદોબસ્ત સાથે ઉતરેલી 58 ટીમોએ રાપર તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સવારથીજ ચેકિંગ ઝુંબેશ આદરી હતી. ઘર વપરાશ, ખેતીવાડી અને કોમર્શિયલ કેટેગરીના કુલ્લ 671 જોડાણ ચકાસવામાં આવ્યા હતા જે પૈકી 97 કનેકશનમાં વીજ ચોરી થતી હોવાનું જણાતાં કુલ્લ 12.15 લાખના દંડ સહિતના બિલ ફટકારવામાં આવ્યા હતા. અંજાર સર્કલના અધિક્ષક ઇજનેર આર. ડી. મેઘાણી, ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર ચૌહાણ, રાપરના નાયબ કાર્યપાલક ઇજનેર આર. બી. ડાભી, એ.આર. ઠક્કરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરાઇ હતી.

    ભાસ્કર ન્યૂઝ . રાપર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ