ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Rapar» નાગીયારી પાસે શબવાહિનીની ટક્કરથી બાઇકચાલકનું મોત

    નાગીયારી પાસે શબવાહિનીની ટક્કરથી બાઇકચાલકનું મોત

    DivyaBhaskar News Network | Last Modified - Mar 10, 2018, 06:25 AM IST

    ભુજ તાલુકાના માનુકવા નજીક નાગીયારી પાસે નર્મદાના પાણીના ટાંકા સામેના રોડ પર સબવાહીની અને મોટર સાયકલ વચ્ચે...
    • નાગીયારી પાસે શબવાહિનીની ટક્કરથી બાઇકચાલકનું મોત
      નાગીયારી પાસે શબવાહિનીની ટક્કરથી બાઇકચાલકનું મોત
      ભુજ તાલુકાના માનુકવા નજીક નાગીયારી પાસે નર્મદાના પાણીના ટાંકા સામેના રોડ પર સબવાહીની અને મોટર સાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પાછળ બેઠેલા ભારાપરના યુવાનને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું.જ્યારે નખત્રાણા તાલુકાના ઘડાણી ગામના ઇજા ગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

      અકસ્માત ફેટલનો બનાવ રાત્રે પોણા આઠ વાગ્યાના અરસામાં નાગીયારી નજીક નર્મદાના પાણીના ટાંકા સામેના માર્ગ પર બન્યો હતો, ભારાપર રહેતા સતારઅલી મામદ નોતિયાર (ઉ.વ.30) અને ઘડાણી ગામના અબાસ લતિફ નોતિયાર મોટર સાયકલ જી.જે.12 એપી 1636 પર ભારાપરથી નાગીયારી લગ્ન પ્રસંગમાં જઇ રહયા હતા, ત્યારે સામેથી આવતી સબવાહીની જી.જે.12 એઝેડ 6313ના ચાલકે મોટર સાયકલને અડફેટે લેતાં મોટર સાયકલ રોડ પર ફંગોળાઇ ગઇ હતી, જેને કારણે બાઇક સવારોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, બન્ને જણાઓને તાત્કાલિક ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમા મોટર સાકલ પાછળ બેઠેલા સતારઅલી નોતિયારને ગંભીર પ્રકારની ઇજાઓ કારણે સારવાર કારગત થાય તે પૂર્વે મોત આંબી ગયું હતું. જ્યારે અબાસ લતિફ નોંતિયારને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બનાવ અંગે માનકુવા પોલીસ મથક દ્વારા તપાસ હાથ ધરાઇ છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: નાગીયારી પાસે શબવાહિનીની ટક્કરથી બાઇકચાલકનું મોત
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `