• Home
  • Gujarat
  • Bhuj
  • Rapar
  • ‘ભારાપર પાણી યોજનામાં ખોટા બિલ બનાવી ભ્રષ્ટાચાર કરાયો છે’

‘ભારાપર પાણી યોજનામાં ખોટા બિલ બનાવી ભ્રષ્ટાચાર કરાયો છે’

ભુજ શહેરના રહેવાસીઓને પીવાનું પાણી પૂરું પાડવા ભારાપર ગામમાં બોર બનાવાયા હતા, પરંતુ સમગ્ર યોજના નિષ્ફળ ગઈ છે અને...

DivyaBhaskar News Network | Updated - Mar 10, 2018, 06:25 AM
‘ભારાપર પાણી યોજનામાં ખોટા બિલ બનાવી ભ્રષ્ટાચાર કરાયો છે’
ભુજ શહેરના રહેવાસીઓને પીવાનું પાણી પૂરું પાડવા ભારાપર ગામમાં બોર બનાવાયા હતા, પરંતુ સમગ્ર યોજના નિષ્ફળ ગઈ છે અને તેમાં ખોટા બિલ બનાવી મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે એવા આક્ષેપ સાથે વોર્ડ 1ના નગરસેવક કાસમ મામદ સમાએ ગાંધીનગરની ભ્રષ્ટાચાર નિવાર કચેરીના પોલીસ કમિશ્નરને લેખિતમાં ફરિયાદ કરી હતી.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભારાપર પાણી યોજના 22 કરોડના ખર્ચે બની હતી, જેમાં 12 બોર બનાવવા, પાણી સંગ્રહ માટે ટાંકો બનાવવા અને પાણીની વિતરણ માટે ભારાપરથી ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ સુધી લાઈન પાથરવાના કામના ટેન્ડર પણ બહાર પડ્યા હતા. જોકે, કામ પૂરું થયા બાદ માત્ર 2 જ દિવસમાં પાણીમાં રેતી અને કાયાવાળા ભાગ હોવાથી ટ્યૂબવેલ અને બોરો સંપૂર્ણ નિષ્ફળ ગયા હતા, જેથી 22 કરોડ રૂપિયા પાણી ગયા છે. જેનો બોજ ભુજ નગરપાલિકાના વિસ્તારમાં આવતા લોકો ઉપર આવી પડ્યો છે. જેનું સ્થળ નિરીક્ષણ કરતા 17 જેટલી ક્ષતિઓ જણાઈ હતી. લોકેશન મુજબ 12 બોર બનાવવાના હતા જે 12 બોર સ્થળ ઉપર નથી, જેથી સબંધીતો સામે ફરિયાદ નોંધવા અરજ કરાઇ છે.

X
‘ભારાપર પાણી યોજનામાં ખોટા બિલ બનાવી ભ્રષ્ટાચાર કરાયો છે’
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App