તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ અને અંજાર તાલુકાને મળી 3 નવી કન્યાશાળા

ભુજ અને અંજાર તાલુકાને મળી 3 નવી કન્યાશાળા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રામીણવિસ્તારની કુમાર અને કન્યાશાળામાં કન્યાઓને ભણવામાં ક્ષોભ થતો હોવાથી છોકરીઓ ભણવાનું અધવચ્ચે છોડી જતી હોવાની રજૂઆતોના કારણે રાજ્ય સરકારમાં કરાયેલી કન્યાશાળાઅોની માગણીના પગલે ભુજ અને અંજાર તાલુકાના ત્રણ ગામ માટે કન્યાશાળા શરૂ કરાઇ છે. કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમ છાંગાએ શિક્ષણ વિભાગમાં કરેલી રજૂઆત બાદ ભુજ તાલુકાના મમુઆરા, ડગાળા અને અંજાર તાલુકાના હિરાપરમાં ચાલુ સત્ર જુન 2015થી પ્રાથમિક કન્યાશાળા શરૂ કરવા માટે સરકારે મંજૂરી આપી છે.

રાજ્ય સરકારમાં રજૂઆતો બાદ શિક્ષણવિભાગે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને દરખાસ્ત મોકલવા જણાવ્યું હતું. કાર્યવાહી આગળ વધ્યા બાદ પ્રાથમિક શિક્ષણ નિયામકે નવા સત્ર જુન 2015થી નવી કન્યાશાળા શરૂ કરવા મંજૂરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...