• Gujarati News
  • ગાગોદર પાસે આરઆર સેલે 19.92 લાખના દારૂનું ટ્રેઇલર ઝડપી લેવાયું

ગાગોદર પાસે આરઆર સેલે 19.92 લાખના દારૂનું ટ્રેઇલર ઝડપી લેવાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરતાલુકાના ડાભુંડા ગામની સીમમાંથી સ્થાનિક પોલીસે 11.66 લાખના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યાના બીજા દિવસે બોર્ડર રેન્જના આરઆર સેલે ગાગોદર-કાનમેર નેશનલ હાઇવે પરથી બાતમીના આધારે હરિયાણાથી ચોખાની આડમાં શરાબનો 400 પેટી જથ્થો લઇને આવતાં ટ્રેઇલરને પકડી લીધું હતું. પોલીસે ટ્રેઇલરમાં સવાર ત્રણ શખ્સની દારૂ, મોબાઇલ, ચોખા અને ટ્રેઇલર મળી કુલ 36.57 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. પોલીસના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભુજ સ્થિત બોર્ડર રેન્જના આરઆર સેલે શુક્રવારે બપોરે ગાગોદર-કાનમેર હાઇવે પરથી શરાબ ભરેલું ટ્રેઇલર નીકળવાનું હોવાની બાતમી મળતાં આડેસર પોલીસને સાથે રાખી વોચ ગોઠવી હતી, ત્યારે બપોરના સમયે એચ.આર. 62 4454 નંબરનું ટ્રેઇલર શંકાસ્પદ હાલતમાં પસાર થતાં તેને અટકાવી દીધું હતું અને તેમાં સવાર લવકુમાર યશપાલ બિશ્નોઇ, ગોલુ નિલુરામ જાટ અને રવીન્દ્ર સુભાષ બિશ્નોઇ (રહે. ત્રણેય હરિયાણા) સગેવગે થાય તે પહેલાં દબોચી લીધા હતા. બાદમાં ટ્રેઇલરની તલાશી લેતાં તેમાંથી પ્રથમ તો 350 બોરી ચોખા મળી આવ્યા હતા, પરંતુ પોલીસે ચોખાની ગુણીઓ દૂર કરતાં અંદરથી વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની 400 પેટી મળી ...અનુ.પાના નં. 6



આવીહતી, જેથી પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી અને પૂછપરછ કરતાં માલ હરિયાણાથી ભર્યો હોવાની કેફિયત આપી હતી. પોલીસે 17.92 લાખનો દારૂનો જથ્થો, 16 લાખનું ટ્રેઇલર અને 2.63 લાખના ચોખા મળી કુલ 36.57 લાખના મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીને આડેસર પોલીસને હવાલે કર્યા હતા.



આડેસર ચેકપોસ્ટ શોભાના ગાંઠિયા સમાન

પૂર્વકચ્છમાંછેલ્લા ચાર દિવસથી જાણે શરાબ પકડવાની મોસમ ખૂલી હોય તેમ લાખોમાં શરાબ પકડાઇ રહ્યો છે. જેમાં ટ્રક, ટેમ્પો કે ટ્રેઇલરમાં માલ ઘૂસાડાયો હતો. કચ્છમાં ઇંગ્લિશ દારૂ મોટાભાગે રાજસ્થાન અને હરિયાણાથી આવે છે. માલ પાલનપુર થઇને કચ્છમાં પ્રવેશે છે. કચ્છમાં પ્રવેશ માટે આડેસર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે, પરંતુ જે-રીતે દારૂ કચ્છની હદમાં ઘૂસી ગયા બાદ પકડાઇ રહ્યો છે, તે પરથી ચેકપોસ્ટ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.