• Gujarati News
  • ભારાપરની કંપનીમાં ટ્રક અડફેટે દિયર ભાભીને ઇજા, એકનું મોત

ભારાપરની કંપનીમાં ટ્રક અડફેટે દિયર-ભાભીને ઇજા, એકનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામતાલુકાના ભારાપરમાં આવેલી કંપનીમાં ચારેલ પરિવાર મોડીરાત્રે કંપનીના શેડમાં ઊંઘી રહ્યો હતો. ત્યારે એક ટ્રકચાલકે વળાંક વાળવા પોતાનું વાહન આગળ ધપાવ્યું હતું. સમયે નિદ્રાધિન પરિવાર ધ્યાને આવ્યો હતો અને સૂતેલા પરિવારને અડફેટમાં લીધો હતો, જેમાં દિયર-ભાભીને ઇજાઓ પહોંચી હતી, તો બે વર્ષના માસૂમને ગંભીર ઇજાઓ થતાં સારવારમાં હોસ્પિટલ ખસેડાયો હતો, સારવાર મળે તે પૂર્વે તેને દમ તોડી દીધો હતો.

મૂળ મધ્યપ્રદેશ અને હાલમાં ભારાપર ગામે આવેલી તેરાપંથ કંપનીમાં મજૂરી કામ કરી ત્યાં ઝૂંપડું બાંધીને રહેતા વસિયા લીંબા ચારેલ (22), તેના ભાભી અંજુબેન (23) અને તેનો પુત્ર શ્રીમોન (2) વરસાદના કારણે કંપનીમાં આવેલા શેડ નીચે સૂતા હતા, ત્યારે જીજે 12 એવાય 7400 નંબરની ટ્રકના ચાલકને પોતાનું વાહન બહાર લઇ જવું હોવાથી રાત્રે 3:15 વાગ્યાના અરસામાં વળાંક વાળી રહ્યા હતા. સમયે ટ્રક આગળ લેવાની જરૂરિયાત ઊભી થતાં ચાલકે વાહન હંકારી મૂક્યું હતું, પરંતુ ઊંઘતો પરિવાર ધ્યાને આવ્યો હતો અને આગળથી વાહનને પરિવારના સદસ્યોને અડફેટમાં લીધા હતા, જેમાં દિયર-ભાભીને અડફેટમાં લેતાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી, જ્યારે શ્રીમોન પર ટ્રકના વ્હીલ ફરી વળતાં સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રકચાલક વાહન રેઢું મૂકી નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતાં કંડલા પોલીસનો સ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો.